બનાસકાંઠા SOG પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ધાનેરાથી ઝડપ્યો

- Advertisement -
Share

દિયોદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનાનો આરોપી છેલ્લા 2 વર્ષથી નાસતો ફરતો હતો. જેને બનાસકાંઠા SOG પોલીસે ધાનેરા નજીકથી ઝડપી પાડ્યો છે. રાજેસ્થાનના સાંચોરનો રહેવાસી આરોપી અશોક ભાટ સામે મારામારી અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાયો હતો. છેલ્લા બે વર્ષથી આ આરોપી નાસતો ફરતો હતો. જેને બનાસકાંઠા SOGએ ઝડપી સ્થાનિક પોલીસને સોંપ્યો છે. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બનાસકાંઠા એસ.ઓ.જી સ્ટાફના હેડ કોન્સટેબલ હસમુખ, વિષ્ણુજી તથા અ.પો.કોન્સ નરભેરામ તથા આ.પો.કોન્સ પરસોત્તમ વિ. પોલીસ સ્ટાફ સાથે નેનાવા ધાનેરા મુકામેથી બાતમી હકીકત આધારે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ આર્મ્સ એક્ટ મુજબના આરોપી અશોકકુમાર આદુરામ ઉર્ફ આયદાનભાઈ જાતે ભાટ રહે ઇન્દ્રા કોલોની તાલૂકા સાંચોર રાજસ્થાન વાળાને નેનાવા ધાનેરા મુકામેથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!