ડીસાના કંસારી નજીક ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

- Advertisement -
Share

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા : બ્રીજા ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો

 

ડીસા તાલુકાના કંસારી ગામ નજીક આવેલ ગોગા ડેરી નજીક બુધવારે બ્રીજા ગાડીના ચાલકે આગળ જઇ રહેલ બાઇક સવારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લામાં મોટા હેવી વાહનોના પૂરઝડપે ગફલત ભર્યાં ડ્રાઇવીંગના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.

અને વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે બુધવારે ડીસાના ગોગા ડેરી નજીક હીટ એન્ડ રનની ઘટના બની હતી.

જેમાં ગોગા ડેરી નજીક પૂરપાટઝડપે આવી રહેલ બ્રીજા ગાડીના ચાલકે બાઇક સવાર યુવકને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

પરંતુ બ્રીજા ગાડીનો ચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જે બાદ અકસ્માતની જાણ ડીસા તાલુકા પોલીસને કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

અને અકસ્માતમાં મૃતકની લાશનો કબજો મેળવી પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ડીસા તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
વારંવાર સર્જાતા અકસ્માતોને લઇ હવે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂરપાટઝડપે વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!