ડીસાની કોર્ટે ચેક રીટર્ન મામલે આરોપીને 6 માસની સજાનો હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

 

ડીસાની કોર્ટે ચેક રીટર્ન મામલે ખેતી કરતાં શખ્સને 6 માસની સજાનો હુકમ કર્યો હતો. જેમાં લીધેલી રકમના રૂપિયા પણ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રાણપુર આથમણાવાસમાં રહેતાં કનૈયાલાલ રાવતાજી ગેલોત બટાકાનો વ્યવસાય કરે છે અને તેઓ કુળદેવી કોલ્ડ સ્ટોરેજ પણ ધરાવે છે.

 

જો કે, તેમના કૌટુંબિક ભાઇ જયેશકુમાર હકમાજી ગેલોતે તેમની પાસેથી રૂ. 63,830 ના બટાકા કોલ્ડ સ્ટોરેજમાંથી ખરીદી કર્યાં હતા અને આ રકમ 15 દિવસમાં ચૂકવવાનો વાયદો કર્યો હતો.

 

જેથી 15 દિવસ બાદ કનૈયાલાલ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરતાં જયેશકુમારે તા. 20/09/2019 ના રોજ મહીન્દ્રા બેંક-ડીસા શાખાનો ચેક નં. 000319 નો આપ્યો હતો.

 

જો કે, આ ચેક બેંકમાં બેલેન્સ ન હોવાના કારણે રીટર્ન થતાં આ બાબતે કનૈયાલાલે તેમના પક્ષે એડવોકેટ તરીકે એચ.ડી. કચ્છવાને પોતાના વકીલ તરીકે રોકી કોર્ટ દ્વારા જયેશભાઇને નોટીસ પણ આપી હતી.

 

તેમ છતાં પણ જયેશભાઇએ રૂપિયા ન આપતાં આ બાબતે કનૈયાલાલ દ્વારા ડીસા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ કલમ-138 મુજબ કેસ કર્યો હતો.

 

જે કેસ ડીસા કોર્ટેમાં ફરિયાદીના વકીલ એચ.ડી.કચ્છવાની ધારદાર દલીલો કરી હતી. જેમાં ડીસા કોર્ટે તા. 06/04/2022 ના રોજ તેનો ચૂકાદો આપતાં આરોપી જયેશકુમાર હકમાજી ગેલોતને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-255 મુજબ કસૂરવાર ઠેરવીને 6 માસની કેદની સજાનો હુકમ કર્યો છે.

 

જેમાં આરોપીએ કેસ દરમિયાન ફરિયાદીને રૂ.15,000 ચૂકવ્યા હતા અને બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં રૂ. 45,000 વળતર તરીકે કનૈયાલાલને પરત ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો. જો તેમ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!