ડીસા પોલીસે ભોંયણ CNG પંમ્પ પર થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચાર સખ્સોને ઝડપી પાડ્યા

- Advertisement -
Share

ડીસાના ભોંયણ પાસે આવેલ સીએનજી પમ્પની ઓફીસમાંથી 2 લાખ રોકડ રકમની ચોરીનો ભેદ ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ખાતે આવેલ શ્રીજી CNG ફીલિંગ પંમ્પ ખાતે ગત રોજ પંમ્પની ઓફીસમાંથી રોકડ રકમ 2,00,500ની કોઈ ચોરી કરી જતા CNG પંમ્પના માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોલીસે પંમ્પ પર લગાવેલ CCTV કેમરા ચેક કરતા ફૂટેજમાં આરોપી માથાના ભાગે ટોપી અને મોઢાના ભાગે રૂમાલ બાંધી ચોરી કરતા જાણવા મળ્યું.

એક શખ્સ CNG પંમ્પના સ્ટાફ કર્મચારી અજરૂદ્દીન પ્યારમહમદ શેખ (મુસ્લિમ) ઉંમર વર્ષ 36 રહે.છુંવારા ફળિયું ત્રણબતી, પાલનપુર વાળા પર શંકા જતા તેની વધુ પૂછપરછ કરતાં તેને સમગ્ર ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, ચોરી કરવા માટે પાલનપુર ખાતેથી ચોરી કરનારને બોલાવી તેની મદદ કરી CNG પંમ્પની ઓફીસમાં પડેલ રોકડ રકમ 2,00,500ની ચોરી કરાવી રીક્ષાની મદદથી પલાયન થઈ ગયેલ તેવું જણાવતા જે બાદ પોલીસે પંમ્પ પર ચોરી કરનાર ચાર શખ્સોને ચોરાયેલ રોકડ રકમ 2,00,500ના મુદ્દામાલની રિકવરી કરી ચાર શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!