ધાનેરામાં 14 વર્ષીય દીકરીને નંબર વિનાની ગાડીએ માં-બાપની સામે જ કચડી નાખતા મોત

- Advertisement -
Share

ધાનેરાના સામરવાડા પાસે આનંદપુરા પ્રાથમિક શાળામાંથી શનિવારે પરિવાર સાથે ઘરે જઈ રહેલા બાળકી અને તેના હાથમાં તેડેલા બાળકને નંબર પ્લેટ વિનાની કારે જોરદાર ટક્કર મારતા 14 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ચાર વર્ષના બાળકને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ કાર હંકારનારને માર માર્યો હતો. કારમાંથી પોલીસના ખાખી રંગના કપડાં મળ્યા હતા.

સામરવાડા ગામની આનંદપુરા પ્રાથમિક શાળા હાઇવેની નજીક આવેલી છે. જ્યાં શનિવારે સવારે ધોરણ આઠમાં અભ્યાસ કરતી જયશ્રી નામની 14 વર્ષની બાળકીને તેના માતા-પિતા બહાર ગામ જવાનું હોવાથી પોતાના 4 વર્ષના ભત્રીજા શ્યામને લઇ જયશ્રીને શાળાએ લેવા માટે આવ્યા હતા અને શાળાએથી ઘર તરફ આવતા જયશ્રીએ પોતાના પિતરાઇ નાના ભાઇને તેડી ધાનેરા-ડીસા હાઇવેનો પોતાના ઘર તરફનો રસ્તો પસાર કરી રહી હતી.

જ્યારે જયશ્રીના માતા-પિતા પાછળ જ હતા. રસ્તો ક્રોસ થાય એ પહેલાં ધાનેરા તરફથી પૂરઝડપે આવી રહેલી ગાડીએ બન્ને ભાઈ-બહેનને જોરદાર ટક્કર મારતાં જયશ્રીના હાથમાંથી તેનો ભાઈ શ્યામ છૂટી જઈ ગાડીના આગળના કાચ પર જઈ ટકરાયો હતો. જ્યારે જયશ્રી રોડ ઉપર પડતાં તેના શરીર પરથી કાર પસાર થઇ જતાં જયશ્રીનું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માતના પગલે લોકો ભેગા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ચાર વર્ષીય શ્યામને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. લોકએ ગાડી ચાલકને માર માર્યો હતો. ઘટનાને લઈ ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ગાડી ચાલક મુન્નો આરીફભાઈ મુસ્લા જે મૂળ લાખણીના નાંદલા ગામનો રહેવાસી છે અને ધાનેરાની ગેરેજમાં કામ કરે છે તેને ધાનેરા પોલીસે ઝડપી પાડયો હતો. જયશ્રીના પિતા મેવાભાઈ માજીરાણાએ બનાવને લઈ ધાનેરા પોલીસ મથકે ગાડી ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નાનકડી 14 વર્ષીય બાળકીનું મોત થતા પરિવાર અને શાળામાં શોક વ્યાપ્યો છે. લોકોએ જે વિડિયો ઉતારી વાયરલ કર્યો છે તેમાં ગાડીમાંથી પોલીસની વર્ધીના કપડા જોવા મળ્યા હતા અને આ કાર ગેરેજમાં હતી તેવું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું.

“પોલીસે જણાવ્યું હતુ કે આગથળા પોલીસમથકનો પોલીસકર્મી પોતાની ગાડી ચેક કરાવવા માટે ધાનેરાની ગેરેજમાં આવ્યા હતા અને તે સમએ ગેરેજનો મિકેનિક ગાડીનો ટેસ્ટ ડ્રાઇવ માટે ગયો હતો અને તે સમયે આ બાળકી હડફેટે આવી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.”

“હાઇવેને અડીને શાળા આવેલ છે અને પહેલા ત્યાં બમ્પ હોવાથી અકસ્માતો થતા ન હતા પરંતુ હાઇવે વાળાઓએ આ બમ્પ કાઢી દેતા અનેક અકસ્માતો સર્જાય છે. આ બાબતે હાઇવેના અધિકારીઓને પણ જાણ કરવા છતાં બમ્પ મુકવામાં આવતા નથી જેથી સ્કૂલ આગળ બમ્પ મુકવામાં આવે તો અકસ્માતની ઘટના ના બને.”

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!