ડીસામાં મોટર સાઇકલની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના ગ્રીન પાર્ક શોપિંગની બાજુમાં આવેલી ગલીમાંથી કોઇ અજાણ્યા શખ્સે મોટર સાઇકલની ઉઠાંતરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રીય થઇ ગઇ હોય તેમ એક પછી એક વાહનોની ઉઠાંતરીની ઘટનાને અંજામ આપી રહી છે.

 

બનાસકાંઠા જીલ્લામાં વાહનોની ઉઠાંતરીની ઘટના સામે આવતાં પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે વધુ એક મોટર સાઇકલની ઉઠાંતરીની ઘટના સામે આવતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતાં હરેશભાઇ કાન્તીભાઇ નાઇ અને નાઇ કામનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

પોતાનું મોટર સાઇકલ નં. GJ-08-BQ-2761 જેની કિંમત રૂ. 30,000 નું લઇ ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ ગ્રીન પાર્ક શોપિંગમાં સ્ટાઇલીસ હેર સલુન દુકાન હોવાથી તે પોતાનું મોટર સાઇકલ લઇ દુકાને ધંધા અર્થે આવતા હતા.

 

તા. 15/04/2022 ના રોજ પોતાનું મોટર સાઇકલ લઇ રાજ મંદિર નજીક આવેલી ગ્રીન પાર્ક શોપિંગની બાજુની ગલીમાં પાર્ક કરી અને પોતાની સ્ટાઇલીસ હેર સલુનની દુકાનમાં ગયા હતા.

 

ત્યારબાદ બપોરે પોતાનું બાઇક લઇને ઘરે જમવા ગયા હતા. તે બાદ જમીને પોતાનું મોટર સાઇકલ ગ્રીન પાર્ક શોપિંગની ગલીમાં પાર્ક કર્યું હતું.

 

જે બાદ 2 વાગ્યાના આજુબાજુ પોતાનું મોટર સાઇકલ જે જગ્યાએ પાર્ક કર્યું તે જગ્યાએ જણાયું ન હતું. જે બાદ આજુબાજુમાં તપાસ કરતાં મોટર સાઇકલની કોઇ ભાળ મળી ન હતી.

 

જે બાદ પોતાના મોટર સાઇકલની કોઇ અજાણ્યા શખ્સે ઉઠાંતરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!