ભાભરના મેરા ગામના સરપંચને ખોટા સોગંદનામાને લઇ સસ્પેન્ડ કરાયા

- Advertisement -
Share

ભાભરના મેરા ગામના સરપંચ દ્વારા ખોટું સોગંદનામુ કરી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા જે બાદ ગામના નાગરિકે ટીડીઓને અરજી કરતા ટી.ડી.ઓએ પુરાવા એકત્રિત કરી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને સસ્પેન્ડ કરાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સરપંચ-ઉપસરપંચની ચૂંટણીમાં ભાભર તાલુકાના મેરા ગામમાં સરપંચ તરીકે વિનોદભાઈ ઠાકોરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ વિજેતા થયેલા સરપંચ વિનોદભાઈ ઠાકોરને ત્રણ બાળકો હોવા છતાં ખોટું સોગંદનામુ કરી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા.

જે બાદ ગામના નાગરિકોએ વિજેતા થયેલા સરપંચ વિનોદભાઈ ઠાકોરે ખોટું સોગંદનામું રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાની જાણ ભાભર ટીડીઓને અરજી દ્વારા રજુઆત કરાતા ગામના નાગરિકોની રજૂઆતને ધ્યાને લઇ ભાભર ટીડીઓએ પુરાવા એકત્રિત કરી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30(1)(ત) હેઠળ આજરોજ સરપંચને સસ્પેન્ડ કર્યો હતો.

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!