હેવાનિયત : 80 લોકો 13 વર્ષની લાચાર કિશોરી પર 8 મહીના સુધી દુષ્કર્મ આચરતા રહ્યા

- Advertisement -
Share

આંધ્ર પ્રદેશના ગુંટુરથી 13 વર્ષની કિશોરી પર ગેંગરેપના એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કિશોરી જોડે બળજબરીપૂર્વક દેહ વેપાર કરાવવામાં આવતો હતો, પોલીસે મંગળવારે આ કિશોરીને બચાવી લીધી છે. કિશોરી સાથે 8 મહીનાથી વધુ સમય સુધી 80 લોકોએ ગેંગરેપ કર્યો હતો. તેને તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં દેહ વેચવા મજબૂર કરવામાં આવી હતી. પોલીસે દરેક 80 આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમાંથી 10ની ધરપકડ કરી લીધી છે. અન્યની તપાસ ચાલુ છે.

 

માસૂમનો ખરાબ સમય ત્યારે ચાલુ થયો જ્યારે તેની માતાનું કોરોનાના કારણે અવસાન થયું. જૂન 2021માં એક હોસ્પિટલમાં સ્વર્ણા કુમારી નામની મહિલા તેની માતાની બહેનપણી બની હતી. સ્વર્ણાએ તે કિશોરીને દત્તક લીધી હતી અને તેના પિતાને જણાવ્યા વગર જ પોતાની સાથે લઈ ગઈ.

 

ઓગસ્ટ 2021માં પીડિતાના પિતાએ પોલીસને પુત્રીના ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો. ત્યારબાદ પોલીસ સ્વર્ણા કુમારી સુધી પહોંચી. પોલીસે જણાવ્યું કે 80 લોકોની ઓળખ થઈ ગઈ છે. આ કેસમાં પહેલી ધરપકડ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી.

 

19 એપ્રિલના રોજ, ગુંટુરની પશ્ચિમ ઝોન પોલીસે B.Tech વિદ્યાર્થીઓ સહિત 10 લોકોની ધરપકડ કર્યા છે. આરોપી અને પીડિતાની પૂછપરછ કરતાં પોલીસને પીડિતાની હાલતની દર્દનાક અને ચોંકાવનારી વાસ્તવિકતાની જાણ થઈ.

 

ASPના સુપરાજા અનુસાર, પોલીસે પહેલા તમામ આરોપીઓની ઓળખ કરી અને ત્યારબાદ તેમની ધરપકડ શરૂ કરી. આમાંથી કેટલાક ગેંગ ચલાવે છે, 35 દલાલ છે અને બાકીના લોકો ગ્રાહકો તરીકે આવતા હોય છે. યુવતીની ઉંમર અને સ્થિતિનો ફાયદો ઉઠાવીને અનેક ટોળકીએ તેની ખરીદી કરીને તેને રાજ્યમાં ઘણી જગ્યાએ વેચી દીધી હતી.

 

પોલીસ એક આરોપીની શોધમાં છે જે લંડનમાં છે. આ કેસમાં પોલીસે વિજયવાડા, હૈદરાબાદ, કાકીનાડા અને નેલ્લોરમાંથી ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી એક કાર, 53 મોબાઈલ, ત્રણ ઓટો અને કેટલીક બાઈક પણ જપ્ત કરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!