ડીસાના આખોલમાં ભવાઇ જીવંત રાખવા ગ્રામજનો દ્વારા અકબંધ : પુરૂષો સ્ત્રીઓના પાત્ર ભજવવા માટે સ્ત્રીઓના વેશ પરિધાન કરે છે

- Advertisement -
Share

 

ભવાઇ એક પ્રચારનું માધ્યમ છે. વર્ષો પહેલાં પ્રચારના માધ્યમ તરીકે ભવાઇ ભજવવામાં આવતી હતી. પરંતુ આધુનિક યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે.

 

 

પરંતુ બનાસકાંઠા જીલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે, જ્યાં આજે પણ ભવાઇ જીવંત છે અને આવનારી પેઢી પણ ભવાઇના મહત્વને સમજી શકે.

 

 

ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામના દ્રશ્યો છે. આધુનિક યુગમાં પણ ભજવાઇ રહેલી ભવાઇના દ્રશ્યો આખોલ ગામમાં લગભગ 250 વર્ષથી પ્રાચીન ભવાઇ ભજવવામાં આવે છે અને આ ભવાઇ નીહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે.

 

 

આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો ભવાઇને ભૂલી ચૂક્યા છે. પરંતુ ભવાઇ મનોરંજનની સાથે સાથે મીડીયાના માધ્યમ તરીકે પણ વર્ષોથી પ્રચલિત રહી ચૂક્યું છે.

 

 

એક સમયે જ્યારે સંચારના સાધનો સીમિત હતા. ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઇના માધ્યમથી થતું હતું. એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પરદેશમાં ભવાઇના માધ્યમથી પરિચીત કરાવવામાં આવતી હતી.

 

 

પરંતુ ટી.વી. અને ઇન્ટરનેટના યુગમાં આ ભવાઇ ભૂલાવવા માંડી છે અને આ પ્રાચીન ભવાઇ આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઇ ભજવવામાં આવે છે.

 

 

જેમાં અલગ-અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે અને સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરવા ઉપરાંત અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરીચય આપવામાં આવે છે.

 

 

પ્રાચીન સમયથી ચાલી આવતી આ ભવાઇમાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવે છે અને આ કૃતિઓ અભિનયના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.

 

પરંતુ ખાસ વાત એ છે કે, ભવાઇમાં સ્ત્રીઓ ભાગ લઇ શકતી નથી અને તેવા સંજોગોમાં સ્ત્રીઓના જે પાત્ર હોય છે તે તમામ પાત્રોમાં પુરૂષો જ અભિનય કરતાં હોય છે.

 

એટલું જ નહીં પુરૂષો સ્ત્રીઓના પાત્ર ભજવવા માટે સ્ત્રીઓના વેશ પરિધાન કરવા ઉપરાંત સ્ત્રીઓની જેમ સજી ધજીને તૈયાર થાય છે અને ત્યારબાદ રંગ મંચ પર પહોંચી અભિનય કરે છે અને અભિનય પણ કેવો ? આબેહૂબ સ્ત્રીઓનો વેશ પરિધાન કરીને સ્ત્રીઓ જેવો જ અભિનય કરતાં હોય છે.

 

આખોલ ગામમાં ભજવાતી ભવાઇનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને સદીઓ બાદ સંસ્કૃતિઓમાં પરીવર્તન જોવા મળતું હોય છે.

 

પરંતુ આખોલ ગામમાં જાણે સમય થંભી ગયો હોય તેમ આજે આધુનિક યુગમાં પણ ભવાઇનું પ્રાચીન સમયની જેમ જ આયોજન થાય છે અને નવી પેઢી પણ એટલાં જ જોમ અને જુસ્સાથી ભવાઇ ભજવે છે. આજે પણ પ્રાચીન વાજીત્રોનો ઉપયોગ કરે છે.

 

છેલ્લા કેટલાંક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઇ રહ્યું છે અને તેની અસર હવે ભારત અને ભારતના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આ બદલાવ વચ્ચે પણ આખોલ ગામમાં જે રીતે ભવાઇ ભજવાઇ રહી છે તે ખરેખર સરાહનીય કહેવાય.

 

કારણ કે, ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી છે. જેથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય. !

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!