માવસરી પોલીસે દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે 3 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના માવસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવસરી વિસ્તારમાં ખાનગી વાહનોના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમણે રાજસ્થાનથી ગુજરાતમાં મીઠા વીરાણા ગામથી પાનેસડા જતાં કાચા રસ્તેથી સોમવારે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે.

 

 

જેમાં માવસરી પોલીસે 1104 જેટલી દારૂની બોટલો સહીત કુલ રૂ. 2,65,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે માવસરી પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, માવસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ માવસરી વિસ્તારમાં ખાનગી વાહનોના પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાતના મીઠા વીરાણા ગામથી પાનેસડા જતાં કાચા રસ્તે બાતમીના આધારે

 

સોમવારે એક બોલેરો ગાડી નં. GJ-08-AE-3234 ઝડપી પાડી હતી. જેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-1104 જેની કિંમત રૂ. 1,10,400 સહીત કુલ રૂ. 2,65,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે પોલીસે મહીપતસિંહ ચૌહાણ, ગમન ઉર્ફે ગુમાનસિંહ ચૌહાણ અને મલાભાઇ ઉર્ફે મનોજ રબારીને ઝડપી પાડયા હતા. આ અંગે માવસરી પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!