દિયોદરમાં બનાસ ડેરીના નવા પ્લાન્ટના ઉદ્ઘાટન પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

- Advertisement -
Share

 

દિયોદરમાં બનાસ ડેરીના નવા પ્લાન્ટના ઉદ્ઘાટન પહેલાં શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બનાસડેરીના ડેરીના ચેરમેન શંકર ચૌધરી દ્વારા દિયોદરના સણાદરમાં નવિન ડેરી સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

 

 

જેમાં શંકરભાઇ ચૌધરીએ તમામ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 19 મીએ બનાસ ડેરીના નવા પ્લાન્ટના ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.

 

એશિયાની નંબર-1 બનાસ ડેરીના આ નવિન સંકુલમાં અત્યંત આધુનિક નવિન પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. એક જીલ્લામાં બીજો દિયોદરના સણાદરમાં અત્યાધુનિક પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

 

151 વીઘા જમીનમાં બનાવવામાં આવ્યો છે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા છે. એક લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ 20 ટન પ્રતિદિન ખોવા અને 6 ટન પ્રતિદિન ચોકલેટ એનોબ્રિંગ પ્લાન્ટની વ્યવસ્થા છે.

 

48 ટન પ્રતિની બટાટા પ્રોસેસિંગની ક્ષમતાવાળો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. બનાસ કોમ્યુનિટી fm રેડીયો 90.4 સ્ટેશન ઉભુ કરવામાં આવી રહ્યું છે. જે લોક શિક્ષણ અને પશુપાલનનો ખૂબ જ ઉપયોગી થશે.

 

બનાસ ડેરી ચીઝ પ્લાન્ટની ક્ષમતા 30 મેટ્રીક ટન પ્રતિદિનથી વધારીને 60 મેટ્રીક ટન પ્રતિદિન અને વે પાવડર પ્લાન્ટની ક્ષમતા 4.5 લાખ લીટર પ્રતિદિનથી વધારીને 09 લાખ લિટર પ્રતિદિન કરવામાં આવ્યું છે.

 

નવિન 4 ગોબર ગેસ પ્લાન્ટ ખીમાણા,રતનપુરા, રાધનપુર અને થાવર મુકામે કરવામાં આવશે. ત્યારે આવા અત્યંત આધુનિક પ્લાન્ટનું તા. 19 એપ્રિલે દેશના વડાપ્રધાન દ્વારા તમામ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.

 

બનાસકાંઠા જીલ્લો પશુપાલન અને ખેતી પર નિર્ભર છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા માટે જીલ્લાના પશુપાલકોમાં ખુશી છે. ત્યારે આ ઉદ્ઘાટનમાંના મહીલા સંમેલનમાં 4 લાખથી વધુ પશુપાલકો હાજર રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

 

ત્યારે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી અને ડેરી ટીમ સહીત સરકારી વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનની તૈયારીઓને લઇ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!