પાલનપુરના અનેક ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીને લઇને લોકો ત્રાહીમામ્‌ : પીવાના પાણીને લઇને ટેન્કર દ્વારા અપાઇ રહ્યું છે

- Advertisement -
Share

 

પાલનપુર તાલુકામાં અનેક ગામડાઓમાં ઉનાળાની ઋતુની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠવા પામી રહ્યો છે. ત્યારે પાલનપુરના આકેડી, ભૂતેડી અને બાદરપુરા હવે સહીત અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉઠવા પામી છે.

 

 

જેથી પાણી પુરવઠા નિગમ દ્વારા તમામ વિસ્તારોમાં પીવાના પાણીને લઇને ટેન્કર દ્વારા પાણી અપાઇ રહ્યું છે અને ગ્રામજનો પૂરતાં પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસા દરમિયાન નજીવા વરસાદના કારણે બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે.

 

 

ત્યારે બીજી તરફ દિવસેને દિવસે જમીનમાં પાણીના તળ પણ ઉંડા જઇ રહ્યા છે અને ઉનાળાના સમય થતાં જ બનાસકાંઠા જીલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામી રહ્યો છે.

 

 

ત્યારે પાલનપુરના આકેડી, ભૂતેડી અને બાદરપુરા સહીતના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર હોવાના કારણે લોકો ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા છે.

 

સરકાર દ્વારા નળ સે જળ યોજના અમલમાં મૂકવામાં આવી છે તે પણ અત્યારે હાલ પાણી વગર નકામા બન્યા છે. પીવાના પાણીને લઇ સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.

 

ત્યારે પાણી પુરવઠા નિગમ દ્વારા અત્યારે પીવાના પાણીને લઇ ટેન્કરો આપવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે, ‘તાત્કાલીક ધોરણે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!