ડીસાના તાલેપુરા નજીક બાઇક સ્લીપ ખાઇ જતાં યુવકનું મોત

- Advertisement -
Share

 

ડીસાના તાલેપુરા નજીકથી બાઇક લઇ પૂરઝડપે પસાર થતાં યુવકનું બાઇક ખાડાના કારણે સ્લીપ ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાઓને કારણે બાઇક ઉપર સવાર યુવકનું મોત નિપજ્યું હતું.

 

આ અંગે મૃતકના ભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના મેડામાં રહેતાં દેવાભાઇ મોતીભાઇ રબારી રવિવારના રોજ પોતાની માલિકીનું બાઇક નં. જ GJ-08-CD-7449 લઇ મેડાથી તાલેપુરા જતા હતા.

 

અને પૂરઝડપે બાઇક લઇ ધાનપુરા નજીક વ્હોળામાં બાઇક સ્લીપ ખાઇ જતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા અને આજુબાજુના લોકોએ 108 વાનને ફોન કરી સારવાર અર્થે ખસેડાયા હતા.

 

જો કે, સારવાર પહેલાં જ ઇજાઓના કારણે બાઇક સવારનું કરૂણ મોત નિપજ્યું હતું. જયારે લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે મૃતકના ભાઇ ઇશ્વરભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!