ડીસાના જુનાડીસા ગામે પક્ષીઓ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -
Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પાણી મળી રહે તે માટે અને લોકોને પણ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ સાથે પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારા પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે લોકોને વિનંતી પણ કરવામાં આવી કે આપણા ઘર આંગણે અન્ય પાણીના પાત્રોમાં પાણી ભરવા નમ્ર અપીલ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વધુ પડતી ગરમી પડવાના કારણે તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર પામે છે અને પશુ-પંખીઓ પણ પાણી માટે ટળવળતા હોય છે.

ત્યારે આજે જુના ડીસા ખાતે પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહસંયોજક જયેશ દેસાઈ, પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટના સદસ્ય મહેશભાઈ પ્રજાપતિ, ભાવિનભાઈ અનાવાડિયા, રવિભાઈ દરબાર, વિપુલભાઈ દેસાઈ, પરવીનભાઈ દેસાઈ, સંજયભાઈ મેવાડા, રક્ષિત મેવાડા, ગણપતભાઈ નાઈ, વિષ્ણુભાઈ અનાવાડીયા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં અને પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી જુનાડીસા ગામમાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!