યુવરાજસિંહ જાડેજા ઉપર IPC કલમ 307, 332 મુજબ થયેલા ખોટા કેસો પરત ખેંચવા અને તાત્કાલિક મુક્ત કરવાની માંગણી સાથે ગુરુવારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત, યુથ કોંગ્રેસ તથા યુવા અધિકાર ન્યાય ચળવળના અગ્રણીઓ દ્વારા થરાદના નાયબ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થરાદમાં યુવરાજસિંહના સમર્થનમાં ગુરુવારે નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં કેટલાક સમયથી પરીક્ષા પહેલાં ગોટાળા થતાં આવ્યા છે. પેપર લીક થવાના દાખલાઓ યુવરાજસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી ઉજાગર કર્યા અને ભરતી બોર્ડ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. જેના કારણે બિન સચિવાલય ક્લાર્ક ભરતી પરિક્ષા રદ કરવાની સરકારને ફરજ પડી હતી. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે તેમજ તેમને ન્યાય અપાવવા માટે લડતા હોવા છતાં ખોટી રીતે ગુનેગાર ઠેરવી ધરપકડ કરવામાં આવી છે. જે યોગ્ય નથી, તેમને મુક્ત કરી સાચા ગુનેગારને પકડવા જોઈએ અને તેમના પર લાગેલા આરોપો સરકારે નીતિમત્તાથી પરત લેવા જોઈએ. જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જરૂર પડે મોટી લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુથ પ્રમુખ અલ્પેશ જોષી, નરેન્દ્રસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update