ધાનેરામાં રૂપિયા ઉપાડવા આપેલું એ.ટી.એમ. કાર્ડ શખ્સે બદલાવી દીધું : ખેડૂતના ખાતામાંથી નાણાં ન ઉપડતાં હાશકારો અનુભવ્યો

- Advertisement -
Share

 

ધાનેરા એસ.બી.આઇ.ના એ.ટી.એમ.માં નાણાં ઉપાડવા આવેલા ડુવા ગામના ખેડૂતનું કોઇ અજાણ્યો શખ્સ એ.ટી.એમ. બદલાવી ફરાર થઇ ગયો હતો.

 

જો કે, તેણે ખેડૂતના ખાતામાંથી નાણાં ન ઉપડતાં હાશકારો અનુભવ્યો હતો. આ અંગે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

ધાનેરા તાલુકાના ડુવા ગામમાં રહેતાં બધાજી પરાગાજી માજીરાણા તેમના દૂધના નાણાં ઉપાડવા માટે ધાનેરા એસ.બી.આઇ. માં ગયા હતા.

 

જો કે, નાણાં ઉપાડતાં ઓછું ફાવતું હોઇ બાજુમાં ઉભેલા અજાણ્યા શખ્સે એ.ટી.એમ. માંગી નાણાં ઉપાડી આપવા કહ્યું હતું. જે બાદ આ શખ્સ ગણેશભાઇ પટેલના નામનું બીજી એ.ટી.એમ. આપી ફરાર થઇ ગયો હતો.

 

બધાજીએ બીજી બેંકના એ.ટી.એમ.માં જઇ નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નાણાં ન ઉપડતાં બેંકના કર્મચારીને વાત કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાવ્યું હતું.

 

જો કે, અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી નાણાં ન ઉપડતાં હાશકારો અનુભવ્યો હતો. આ અંગે તેમણે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!