દિયોદર તાલુકાના કોતરવાડા ગામની એક સગીરા શામલા (વ) ગામે રહેતી હતી. તેણીની સાથે તેના સગા ફૂવાએ 25 માર્ચની રાત્રિના સમયે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં બુધવારે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દિયોદર તાલુકાના કોતરવાડા ગામની એક સગીરા તેણીના મોટાબાપા શામલા ગામે ખેતરનો ભાગ બાંધી રહેતા હતા તેમની સાથે રહેતી હતી.
ત્યારે 25 માર્ચના રોજ તેણીના ઘરે એરંડા વીણવા માટે તેના ફૂવા આવ્યા હતા અને રાત્રિના સમયે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી આ અંગેની વાત કોઈને કરીશ તો કેનાલમાં ફેંકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પરિવારજનો હિંમત દાખવતાં બુધવારે સગીરાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે આરોપી સામે દુષ્કર્મ પોસ્કો મુજબ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
From – Banaskantha Update