ડીસામાં અપૂરતી વીજળીને લઇ ખેડૂતો ધરણાંનો કાર્યક્રમ કરે તે પહેલાં પોલીસે અટકાયત કરી

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં વીજળીના પ્રશ્નને લઇ ખેડૂતો હવે મેદાનમાં ઉતરી પડયા છે. ડીસામાં ખેડૂતોએ વીજળીના પ્રશ્નને લઇ ડીસામાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે સોમવારે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

 

 

પરંતુ ધરણાંની મંજૂરી ન આપતાં ધરણાં કરવા વીજ કંપનીની કચેરીમાં પહોંચેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતો વીજળીના પ્રશ્નને લઇ હવે આકરા પાણીએ છે. છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વાવેતર દરમિયાન સિંચાઇ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

જેને પગલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ 8 કલાક સુધી વીજળી આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે.

 

 

ખેડૂતોએ તેમની માંગણીને લઇ આવેદનપત્ર આપવા ઉપરાંત સરકારને ચિમકી પણ ઉચ્ચારી હોવા છતાં સરકાર દ્વારા કોઇ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં ન આવતાં હવે ખેડૂતો આકરા પાણીએ આવી ગયા છે.

 

 

જેને પગલે સોમવારે ડીસાના લાટી બજારમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ખેડૂતો ધરણાં માટે પહોંચ્યા હતા. પરંતુ ધરણાં માટે ખેડૂતોને મંજૂરી આપવામાં ન આવતાં ખેડૂતો ધરણાં કરવા પહોંચે તે પહેલાં જ પોલીસે ધરણાંના કાર્યક્રમને કચડી નાખ્યો હતો.

 

 

અને ધરણાં કરવા પહોંચેલા ખેડૂતોની અટકાયત કરી હતી. વીજળીને લઇ આકરા પાણીએ આવેલા ખેડૂતોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, ‘ખેડૂતો આગામી સમયમાં વીજળી અને પાણીના મુદ્દે હજુ પણ આક્રમક કાર્યક્રમો કરશે.’

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!