ડીસાના યુવકે 3 લાખની લોટરીની લાલચમાં 114 દિવસમાં રૂ.9.38 લાખ ગુમાવ્યા, ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસા તાલુકાના લક્ષ્મીપુરા (રામપુરા)ના કોલેજીયન યુવકે રૂપિયા ત્રણ લાખની લોટરીની લાલચમાં આવી 114 દિવસમાં જુદાજુદા સમયે પેટીએમ, ગુગલ પે, ફોન પે દ્વારા રૂપિયા 9.38 લાખ ચૂકવ્યા હતા. જોકે, આખરે પોતાની સાથે છેતરપીંડી આચરાઇ હોવાનું જાણવા મળતાં યુવકે પાલનપુર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ડીસા તાલુકાના લક્ષ્મીપુરા (રામપુરા)નો ધીરજકુમાર ડાઉજી જાટ (ચૌધરી) થરાદ તાલુકાની ખોરડા એ.પી. ત્રિવેદી કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેના મોબાઇલ નંબર ઉપર 14 માર્ચ 2021ના દિવસે ઉત્તમનાથ નામના શખ્સનો ફોન આવ્યો હતો. જેણે લક્ષ્મી ધન-વર્ષા કુબેર યાત્રા કંપનીમાંથી બોલું છુ. તમારે લકી ડ્રોમાં ત્રણ લાખ રૂપિયા ઇનામ લાગેલ છે. બેંક એકાઉન્ટ નંબર આપો તેમ કહેતા ધીરજે પોતાનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. દરમિયાન આ નાણાં મેળવવા માટે ડિપોઝીટ ભરવી પડશે તેમ કહેતા ગૌરીશંકરના એકાઉન્ટમાં રૂપિયા 1,250 ટ્રાન્સફર કર્યા હતા.

 

જે પછી અલગ-અલગ નંબરથી ફોન કરી અલગ અલગ ચાર્જ તેમજ ફાઇલ ચાર્જ ભરવાનું જણાવતાં ધીરજે તારીખ 26 જૂન સુધીમાં 114 દિવસમાં કુલ રૂપિયા 9,38,409 ચૂકવ્યા હતા. જોકે, પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતાં આખરે શુક્રવારે પાલનપુર ખાતે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!