એ.સી.બી ની સફળ ટ્રેપથી RFO અને બે કાયમી રોજમદાર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -
Share

સાબરકાંઠા એસીબીએ ધનસુરાના વડાગામમાં ચાની કીટલી પર છટકું ગોઠવી ધનસુરા RFOના કહેવાથી રૂ.30 હજારની લાંચ લેતાં બે કાયમી રોજમદારોને પકડી લીધા હતા. ધનસુરા તાલુકાના મહાકાળી સખી મંડળ ગ્રૃપ નર્સરી દ્વારા સાબરકાંઠા એસીબીને ફરિયાદ કરતાં છટકું ગોઠવાયું હતું. વનવિભાગના વર્ગ-2ના અધિકારી હિતેન્દ્ર ફૂલેત્રા, બે કાયમી રોજમદાર દેસાઈ વિક્રમભાઈ અને પરમાર રમેશભાઈ સામે એસીબીએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિતેન્દ્ર ફૂલેત્રા RFO,પરમાર રમેશભાઈ

ધનસુરા તાલુકામાં જય મહાકાલી સખી મંડળ ગૃપ દ્વારા નર્સરીમાં રોપાનું વાવેતર કરાઇ રહ્યું છે. વનવિભાગે સખી મંડળને પ્રથમ બે હપ્તાના રૂ. 66,500 જય મહાકાલી સખી મંડળના ખાતામાં ફાળવ્યા હતા. ઉપરોક્ત નાણાં અંગે મહાકાળી સખી મંડળના મહિલાના પતિને બોલાવીને વનવિભાગના અધિકારીએ તેની પાસે રૂ. 30 હજારની માંગણી કરતા સખીમંડળની મહિલાના પતિ 30 હજાર આપવા માંગતા ન હોઇ સાબરકાંઠા એસીબી હિંમતનગરમાં ફરિયાદ કરતાં એસીબી દ્વારા ગુરુવારે ધનસુરાના વડાગામમાં ચિત્રકલા સ્ટુડીયોની આગળ ચાની કીટલી પર છટકું ગોઠવ્યું હતું.

દેસાઈ વિક્રમ

છટકામાં દેસાઈ વિક્રમભાઈ સાહરભાઇ (44) કાયમી રોજમદાર વિરાંજલી નર્સરી નવલપુર તા.ધનસુરાના કહેવાથી પરમાર રમેશભાઇ મંગાભાઈ (40) કાયમી રોજમદાર વિરાંજલી નર્સરી નવલપુર વર્ગ-4 ના કર્મીએ સખીમંડળના મહિલાના પતિ સાથે વાતચીત કરી હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા (34) રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધનસુરા વર્ગ- 2 વતી રૂ.30 હજારની લાંચ સ્વીકારતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો. એસીબીએ ધનસુરા ફોરેસ્ટ ઓફિસર અને બે કાયમી રોજમદાર સામે ગુનો નોંધી એસીબીના પી.આઇ વી.એન ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી હતી.

 

પકડાયેલા લાંચિયા:-

1.હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા, (34) રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધનસુરા વર્ગ-2
2. દેસાઈ વિક્રમભાઈ સાહરભાઈ, (44) કાયમી રોજમદાર, વિરાંજલી નર્સરી નવલપુર તા.ધનસુરા, વર્ગ-4
3. પરમાર રમેશભાઈ મંગાભાઈ (40) કાયમી રોજમદાર,વિરાંજલી નર્સરી, નવલપુર તા.ધનસુરા વર્ગ-4

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!