ભાભરમાં મોલમાં તસ્કરો લોખંડની ટોમીથી હુમલો કરી 1.33 લાખની ચોરી કરી ફરાર

- Advertisement -
Share

ભાભરની ગોસણ ચોકડી નજીક આવેલા એક મોલમાં બુધવારે મોડીરાત્રે ચોરી કરી રહેલા તસ્કરોને મોલના માલિકે પડકાર્યા હતા. જોકે, તસ્કરો લોખંડની ટોમીથી હુમલો કરી રૂપિયા 1.33 લાખનો ચોરેલો સામાન જીપડાલામાં લઇ ફરાર થઇ ગયા હતા. આ અંગે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.

 

ભાભરની ગોસણ ચોકડી નજીક આવેલા મોલમાં બુધવારે રાત્રે અઢી વાગે તસ્કરો ચોરી કરી રહ્યા હોવાની તેજાભાઇ બળવંતભાઇ પટેલે મોબાઇલ ફોનમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા જાણ થઇ હતી. જેમણે આ અંગે કાંકરેજના વરસડા ગામે રહેતા પ્રવિણભાઇ શંકરભાઇ ચૌધરીને જણાવતાં બંને જણાં બાઇક લઇને મોલ ઉપર આવ્યા હતા. તેમને જોઇએ ચોરી કરી રહેલા અજાણ્યા શખ્સો જીપડાલામાં બેસીને નાસવા ગયા હતા. જેમને પકડવા માટે જતાં અજાણ્યા શખ્સે તેજાભાઇના માથામાં લોખંડની ટોમી મારતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.

 

દરમિયાન તસ્કરો દુકાનમાંથી ચોરી કરેલો તેલ, ધીના નાનામોટા ડબ્બા નંગ 66, ચા 144 કિલો, બિસ્કીટના પેકેટ નંગ 30, પ્લાસ્ટીકના તગારા નંગ 50, તેલની બોટલ નંગ 28 સહિત કુલ રૂપિયા 1,33,790નો મુદ્દામાલ ભરેલું જીપડાલું લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે પ્રવિણભાઇ ચૌધરીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!