ડીસાના કુંપટમાં 3 શખ્સોએ યુવક પાસે દારૂ પીવા રૂપિયાની માંગણી કરતાં ન આપતાં તલવાર વડે જીવલેણ હુમલો કર્યો

- Advertisement -
Share

 

ડીસાના કુંપટ ગામમાં ગુરૂવારે મોડી રાત્રે 3 શખ્સોએ યુવક પાસે દારૂ પીવા માટે રૂપિયા માંગતા યુવકે રૂપિયા આપવાની ના કહેતાં 3 શખ્સો દ્વારા યુવક પર તલવાર અને ધોકા વડે હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 

 

ઘાયલ યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે મારામારીની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે ડીસા તાલુકાના કુંપટ ગામમાં મારામારી સર્જાતા ડીસા તાલુકા પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.

 

ડીસા તાલુકાના કુંપટ ગામમાં રહેતાં સુરેશજી કાન્તીજી ઠાકોર કુંપટમાં શિતળા માતાજીની ભવાઇ જોવા માટે અલ્પેશ ભરતજી ઠાકોર અને દિનેશ ભુરાજી ઠાકોર ગયા હતા અને પરત ઘરે ફરી રહ્યા હતા.

 

તે દરમિયાન રસ્તામાં ગામના જ હેમુજી મથુરજી ઠાકોર, સતિષજી ભવનજી ઠાકોર અને જગતજી ભવનજી ઠાકોરે સુરેશને રસ્તામાં રોક્યો હતો અને દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરી હતી.

 

જે બાદ સુરેશ ઠાકોરે રૂપિયાની આપવાની ના કહેતાં હેમુજી મથુરજી ઠાકોરે મા-બેન સામા અપશબ્દો બોલવા લાગ્યા હતા.

 

જે બાદ સુરેશ ઠાકોરે અપશબ્દો બોલવાની ના કહેતાં હેમુજી મથુરજી ઠાકોરના હાથમાં રહેલી તલવાર વડે સુરેશ ઠાકોરના માથાના ભાગે મારવા જતાં સુરેશ ઠાકોરે વચ્ચે આડો હાથ કરતાં સુરેશ ઠાકોરને હાથ પર તલવાર લાગી હતી.

 

જે બાદ સતિષજી ઠાકોરે તેના હાથમાં રહેલ લોખંડની પાઇપ વડે સુરેશ ઠાકોર પર હુમલો કરવા લાગ્યો હતો. જે બાદ જગતજી ભવનજી ઠાકોરના હાથમાં રહેલ લાકડી વડે હુમલો કર્યો હતો.

 

આ ત્રણેય શખ્સો દ્વારા હુમલો કરતાં સુરેશજી ઠાકોરે બૂમાબૂમ કરતાં તેની સાથે રહેલા અલ્પેશ ઠાકોર અને દિનેશજી ઠાકોર વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યો હતો.

 

જે બાદ હેમુજી મથુરજી ઠાકોર, સતિષજી ભવનજી ઠાકોર અને જગતજી ભવનજી ઠાકોર આ ત્રણેય વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા અને જતાં જતાં કહેતા ગયા કે, આજે તો બચી ગયો પરંતુ લાગ આવશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

 

જે બાદ સુરેશજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે 108 વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં રીફર કરાયો હતો.

 

આ અંગે સુરેશ ઠાકોરની માતાએ ડીસા તાલુકા પોલીસ મથકે હેમુજી મથુરજી ઠાકોર, સતિષજી ભવનજી ઠાકોર અને જગતજી ભવનજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!