ડીસા બનાસ નદી પર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

- Advertisement -
Share

ડીસા બનાસ નદી પુલ પર ગત મોડી રાત્રે ટ્રક અને વરના કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં વરના કારમાં સવાર રાણપુર ગામના આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગત મોડીરાત્રે ડીસા ખાતે પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે ડીસા બનાસ નદી પુલ પર ટ્રક અને વરના કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

File Photo

ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી ગફલતભરી ડ્રાઇવિંગ કરી વરના કારને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વરના કારમાં સવાર રાણપુર ગામના બ્રિજેશભાઈ બારોટ ગામના આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો જે બાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસે ફરાર ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ આ અકસ્માતમાં રાણપુરના આશાસ્પદ યુવાનનું મોત હતા પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!