બનાસકાંઠા જિલ્લાની 91 શાળાઓમાં ગ્રાહક ક્લબ ધમધમશે

- Advertisement -
Share

ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હકક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક દ્વારા જિલ્લામાં સ્થપાયેલ કન્ઝ્યુમર ક્લબના શિક્ષકોના તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડીસા શહેર મામલતદાર એસ.ડી. બોડાણાએ કરી હતી જ્યારે કાર્યક્રમના અતિથિ તરીકે તોલમાપ ઇન્સ્પેક્ટર રાહુલ ભૂટકા અને નાયબ મામલતદાર ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રાહક એ બજારનો રાજા કહેવાય છે. પરંતુ આજકાલ આ રાજાને જ છેતરાઈ જવાનો વારો આવતો હોય છે. ત્યારે સરકાર દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે માટે શાળાકીય એકમો સ્થાપવામાં આવ્યા છે અને આ એકમો ગ્રાહકોને તેમના હકો વિષે ખાસ શિક્ષણ આપતા હોય છે. આજે ડીસા ખાતે ગ્રાહકને તેના હકો વિષે સમજણ આપવાનો ખાસ સેમિનાર યોજાયો હતો.

 

ગ્રાહકો સાથે થતી છેતરપિંડીને લઈ સરકાર પણ ગંભીર બની છે અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકે તે હેતુથી સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના માધ્યમથી ગ્રાહકોને તેમના હકોથી વાકેફ કરાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા ગ્રાહકોના અધિકાર વિષે શાળાકીય એકમો પણ શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં શાળાના શિક્ષકોને આજે ગ્રાહકોના અધિકાર વિષે વિશેષ સમજણ આપવામાં આવી હતી. બનાસકાંઠા ગ્રાહક સુરક્ષાના કિશોરભાઇ દવેએ ખાસ ઉપસ્થિત રહીને ગ્રાહકોના હક્કો ક્યાં ક્યાં છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. ડીસા મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારમાં શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

 

આ શિબિરમાં ડીસાના મામલતદાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર દ્વારા ગ્રાહકોના હિત માટે રક્ષા કરવા માટેના પ્રયાસોની સરાહના કરી હતી અને ગ્રાહકોને પણ આવી શિબિરિમાં ભાગ લઈ પોતાના અધિકારોથી માહિતગાર બનવા માટે અપીલ કરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!