ડીસા તાલુકા વિકાસ અધિકારી ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ નોંધાઈ ફરિયાદ

- Advertisement -
Share

ડીસા તાલુકા વિકાસ અધિકારી ચાર મહિના અગાઉ પોતાની ઓફિસમાં દારૂ પીધેલી હાલતમાં જાણવા મળતાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો જે બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે બાદ ટીડીઓના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જે સેમ્પલ પોઝિટિવ આવતા આખરે તાલુકા વિકાસ અધિકારી સામે ડીસા ઉતર પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File video

બનાસકાંઠા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ નોંધાતા વહીવટીતંત્રમાં ચકચાર મચી જવા પામી છે. ડીસા તાલુકાના વિડિયો ચાર મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File video

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી જે ચાર મહિના અગાઉ પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં જાણવા મળ્યું હતું આ વિદ્યાર્થીઓ પોતાના આવકના જાતિના દાખલા માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા હતા. પરેશાન થઈ ઉઠેલા વિદ્યાર્થીઓ તાલુકા વિકાસ અધિકારી બી ડી સોલંકીના ચેમ્બરમાં જઈ વિદ્યાર્થીને પડતી મુશ્કેલી જણાવવા જતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકી વિદ્યાર્થીઓ સાથે બેહુદુ વર્તન કરી નશાની હાલતમાં હોય તેવું વિદ્યાર્થીઓને જણાતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.

File video

હંગામાના પગલે ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં દારૂ પીધેલી હાલતમાં છે તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જે બાદ પોલીસે તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકીને ડીસા ઉત્તર પોલીસ લઈ જવાયા હતા જે બાદ તાલુકા વિકાસ અધિકારીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

File video

જે બાદ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી બ્લડ સેમ્પલ લેવાયા હતા. જે સેમ્પલ એફ.એસ.એલમાં મોકલાયા હતા. જે બાદ એફ.એસ.એલના રિપોર્ટમાં બ્લડ સેમ્પલ આલ્કોહોલની માત્રા 0.0759 આવતા જે બાદ સરકાર તરફે ડીસા ઉતર શહેર પોલીસ મથકના હેડ કોસ્ટેબલે ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી સોલંકી સામે પ્રોહિબિશન એક્ટ 66(1)(B)અને 85(1)મુજબ ફરિયાદ નોંધાવતા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!