એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : હેડ કોન્સ્ટેબલ દારૂ કેસમાં લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

વરાછા પોલીસના ડી-સ્ટાફનો હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહવાળા રૂ. 20,000 ની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે મંગળવારે મોડી સાંજે રંગેહાથ ઝડપાયો હતો.

 

 

બુટલેગરના પિતા અને દારૂ સપ્લાય કરનાર બુટલેગર મંગલને આરોપી ન બનાવવા પોલીસ કર્મીએ લાંચ માંગી હતી. આ પહેલાં બુટલેગરના પિતાને આરોપી ન બનાવવા પોલીસ કર્મી અને તેના રીક્ષાવાળાએ રૂ. 1,45,000 નો તોડ કરી નાખ્યો હતો.

 

તા. 13 મીએ વરાછા પોલીસના ડી-સ્ટાફના હે.કો. રામદેવસિંહવાળા અને તેના સ્ટાફે સુરત રેલ્વે સ્ટેશન પરથી બુટલેગરને દારૂની 3 પેટી સાથે ઝડપી પાડયો હતો.

 

લાંચીયા પોલીસ કર્મી રામદેવસિંહે બુટલેગરની સામે કાર્યવાહી કરી તેના પિતાને આરોપી ન બનાવવા બુટલેગર પાસે રૂ. 2,00,000 ની માંગણી કરી હતી.

 

બુટલેગરે આજીજી કરતાં આખરે રામદેવસિંહે પિતાને આરોપી ન બનાવવા રૂ. 1,50,000 માં સેટીંગ કર્યું હતું. જેમાંથી રૂ. 1,00,000 હે.કો. રામદેવસિંહે લઇ લીધા હતા.

 

બુટલેગરે જામીન પર છૂટ્યા બાદ બાકીના રૂ. 50,000 માંથી રૂ. 45,000 ની રકમ પોલીસ કર્મીના રીક્ષાવાળા અશોકને આપી હતી.

 

જ્યારે રૂ. 5,000 ની રકમ બાકી નીકળતી હોય સપ્લાયર મંગલને પણ આરોપી ન બનાવવા માટે લાંચીયાએ વધુ રૂ. 15,000 ની માંગણી કરી હતી.

 

આથી બુટલેગરે કંટાળીને એ.સી.બી.માં ફરિયાદ કરતાં એ.સી.બી.એ વરાછામાં છટકું ગોઠવી આરોપીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

 

એ.સી.બી.એ મંગળવારે વરાછા માતાવાડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર છટકું ગોઠવી વરાછા ડી-સ્ટાફના લાંચીયા હે.કો. રામદેવસિંહ દાદુભાવાળા (રહે. પોલીસ લાઇન,રામપુરા) ને રૂ. 20,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો. કોન્સ્ટેબલમાંથી વર્ષ પહેલાં જ લાંચીયા રામદેવસિંહવાળાનું હેડ. કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન થયું હતું.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!