જામનગર જીલ્લામાં વધુ એક લાંચીયો પોલીસ કર્મી લાંચ લેતાં એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો. કાલાવડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે પાસપોર્ટ વેરીફીકેશન માટે લાંચની માંગણી કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી ઝડપી પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરી હતી અને પાસપોર્ટના પોલીસ વેરીફીકેશન માટે પોલીસ કર્મી ભૂપેન્દ્રકુમાર પૂનમચંદ પટેલ પોલીસ હેડ કોન્સ્ટેબલ અને ક્રાઇમ શાખામાં ફરજ બજાવતો હતો અને
કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન જીલ્લો જામનગરના ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 600 ની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતાં એ.સી.બી. કચેરીમાં પોતાની ફરિયાદ આપતાં ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
જ્યારે પોલીસ કર્મીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે રૂ. 600 ની લાંચ માંગી હતી. જેથી ફરિયાદીએ એ.સી.બી. સમક્ષ ફરિયાદ કરતાં એ.સી.બી.એ છટકું ગોઠવી આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.સી.બી.ના હાથે લાંચ લેતાં રવિવારે રંગેહાથ ઝડપી પાડયો હતો.
લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી આરોપીએ ફરિયાદી પાસેથી માંગેલી લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાયો હતો.
જ્યારે એ.સી.બી. દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં રાજકોટ મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર એ.સી.બી.ના પી.આઇ. પરમાર સહીત એ.સી.બી. ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ છે.
From-Banaskantha update