વાવના કોંગ્રેસના ધારાસભ્યની જનતા રેડ : ભાભરની કોતરવાડા કેનાલ નજીક દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

રાજ્યમાં દારૂબંધી તો છે. પરંતુ દરરોજ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઇ રહ્યો છે. દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં એનું વેચાણ થતું હોવાના દાવા વિપક્ષી પાર્ટી સહીતના લોકો કરે છે.

 

 

ત્યારે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દારૂબંધી મામલે આકરા પાણીએ છે. ગેનીબેન ઠાકોરે રાત્રે 3 વાગ્યે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની કેનાલ પાસેથી દારૂના જથ્થા સાથે બુટલેગરને રંગેહાથે ઝડપી પાડયો છે.

 

 

તા. 15 માર્ચના રોજ વિધાનસભામાં બુટલેગરોના નામ જાહેર કર્યાં બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખૂદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી છે.

 

 

તેમણે રાતે 3 વાગ્યે ભાભરથી કોતરવાડાની કેનાલ પરથી એક પીકઅપ જીપડાલામાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આજુબાજુના યુવાનો પણ જોડાયા હતા.

 

 

આ અંગે વિડીયો વાઇરલ કરીને ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘હવે બનાસકાંઠા જીલ્લાના યુવાધનને જો કોઇ બરબાદ કરવાનું વિચારશે તો તેને આવી રીતે જ સબક શિખવાડવામાં આવશે.

 

સાથે પ્રશાસન અને પોલીસ સામે આરોપ કરતાં કહ્યું હતું કે, મે તા. 15 માર્ચ 2022 ના રોજ વિધાનસભામાં બુટલગેરના નામ જાહેર કર્યાં હતા.

 

પણ સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી અને જીલ્લા પોલીસ પણ બુટલેગરો સાથે મળેલી હોવાના આરોપ કર્યાં છે. સાથે રાજસ્થાન સરહદમાંથી મોટાપાયે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી થતી હોવાની વાત કહી હતી.

 

વિધાનસભામાં દારૂ અંગે વાત કરી હતી અને ગુજરાતના ગૃહમંત્રીએ ખાત્રી આપી હતી કે, અમે પગલાં લઇશું છતાં આ પ્રમાણે દારૂની બદીઓ ફૂલીફાલી છે.

 

પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા હોય કે પછી રાજ્યના મોટા માથાની રહેમ નજર હોય. વિધાનસભામાં ચર્ચા થયા પછી પણ બુટલેગરો બનાસકાંઠાની અંદર આ રીતે દારૂ ઘૂસાડે છે.

 

રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરૂ છું કે, આવા બુટલેગરો બેફામ તમારા રાજ્યની અંદર છે અને પોલીસની રહેમ નજર છે. તો કંઇક પગલાં ભરવા વિનંતી છે.’

 

વિધાનસભા ગૃહમાં નામના ઉલ્લેખ સાથે ગેનીબેન ઠાકોરે વિનુ સિંધી, ભાભર નગરપાલિકા સભ્યના પુત્ર ધવલસિંહ રાઠોડ અને સંજુભા રાઠોડ બુટલેગર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘ભાભર અને આજુબાજુના વિસ્તારોમાં દારૂ સપ્લાય

 

કરવામાં આવે છે. જેમાં ભાજપ સભ્યોના સબંધીઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે પણ ન તો ગૃહ વિભાગ કોઇ કાર્યવાહી કરી રહ્યો છે ન તો પોલીસ.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!