પાલનપુરમાં વેપારીની જાહેરાતથી દુકાને કતારો લાગી : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મની ટીકીટ લઇને આવો અને નાસ્તો ફ્રીમાં કરો

- Advertisement -
Share

 

વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ હાલ સૌથી વધુ ચર્ચામાં આવી છે. કાશ્મીરી પંડીતોના સ્થળાંતરની પૃષ્ઠભૂ પર બનેલી આ ફીલ્મને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

 

 

ત્યારે પાલનપુર જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા-જલેબીની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ જોઈને આવે તેને જલારામ નાસ્તા હાઉસમાં ફાફડા-જલેબીનો નાસ્તો ફ્રી આપવામાં આવે છે.

 

 

જ્યારે અંજારના નાની નાગલપર રોડ નજીક આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મની ટીકીટ બતાવવા પર ઓ.પી.ડી. ચાર્જ અને મેડીસીન ફ્રીમાં આપવાની જાહેરાત કરાઇ છે.

 

 

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહી છે. વર્ષો પહેલાં કાશ્મીરમાં રહેતાં કાશ્મીરી પંડીતો પર કરવામાં આવેલા વ્યવહારને લઇ સાચી હકીકત શું હતી તે જણાવતી આ ફીલ્મની લઈ ઘણા દિવસોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આ ફીલ્મ રીલીઝ થતાં લોકોમાં ઉત્સુકતા છે.

 

 

પાલનપુરમાં જલારામ નાસ્તા હાઉસની દુકાન ચલાવતા વેપારી મહેશભાઈ ઠક્કરે એક નવી પહેલ કરી છે. જે કોઈ આ ફીલ્મ જોઈને ટીકીટ લઈને તેમની દુકાન પર આવે તેમને ફાફડા-જલેબીનો ફ્રી નાસ્તો આપવાની સોશિયલ મીડીયા પર જાહેરાત કરી હતી.

 

 

મંગળવારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ જોયા બાદ લોકો પોતાની ટીકીટ લઈને આ નાસ્તાની દુકાને પહોંચ્યા હતા. જ્યાં ફ્રી નાસ્તાની લોકોએ મજા માણી હતી.

 

 

આ અંગે મહેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ‘ફાફડા-જલેબી કોઈ મોટી વાત નથી. સરકારે આ ફીલ્મને ટેક્સ ફ્રી કરી છે. ત્યારે અમારી પણ એક ફરજ છે કે અમે પણ કંઇક કરીએ.’

 

 

લોકો આ ફીલ્મ જોઈને ફાફડા-જલેબીનો નાસ્તાની મજા માણવા પહોંચ્યા હતા. જ્યાં લોકોએ પ્રતિભાવ આપ્યો હતો કે, આ ફીલ્મ દરેક લોકોએ થીયેટરમાં જઈને જોવી જોઈએ.

 

 

આ ફીલ્મમાં વર્ષો પહેલાં બનેલી ઘટનાઓની સાચી હકીકત પર બનાવી છે. જેથી આ ફીલ્મ દરેક લોકોએ થીયેટરમાં જઈને જોવી જોઈએ તેવો લોકોએ આગ્રહ કર્યો હતો.

 

 

અંજારના નાની નાગલપર રોડ નજીક આવેલી સાંઈ હોસ્પિટલ દ્વારા દરેક વર્ગના લોકો માટે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મની ટીકીટ બતાવવા પર ઓ.પી.ડી. ચાર્જ અને મેડીસીન ફ્રીમાં આપવાની જાહેરાત કરાઇ છે.

 

 

હોસ્પિટલના ડો. હીતેશ ઠક્કરે જણાવ્યુ હતું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મ જોવા અને જાણવા જેવી ફીલ્મ છે. આ ફીલ્મ દ્વારા જે વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે તેને હું પસંદ કરું છું.

 

આ ફીલ્મનું સમર્થન કરવું જોઈએ એવું હું નમ્રપણે સ્વીકારૂ છું અને જેથી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફીલ્મની સિનેમા હોલની ટીકીટ લઈ આવનાર દર્દીને નિદાન અને દવા મફત આપવામાં આવશે.’

 

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનેમા ગૃહો દ્વારા ફીલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવારે આ અંગે ટવીટ કરીને માહીતી અપાઇ હતી. આ ફીલ્મ કાશ્મીરી પંડીતોની વ્યથા અને પીડા પર આધારીત છે. 1990 ના દાયકામાં હજારો કાશ્મીરી પંડીતોએ સ્થળાંતર કરવું પડયું હતું. તેમની વેદના આ ફીલ્મમાં દર્શાવવામાં આવી છે.

 

 

 

 

 

From-Banaskantha upadate

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!