થરાદના રતનપુરમાં પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે ગળે ટૂંપો આપી હત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

 

થરાદ તાલુકાના રતનપુર ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિ તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી રવિવારે મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગળેફાંસો આપી હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. હત્યારા પતિ સામે થરાદ પોલીસ મથકે મહીલાના પરિવારે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે મોડી રાત્રે એક વધુ વિચિત્ર ઘટના સામે આવી છે.

 

 

 

થરાદમાં પતિએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

 

 

 

થરાદમાં આવેલ ભાપીમાં રહેતાં હરસંગભાઇ વાઘાભાઇ ગલચરની નાની બહેન સંતોકબેનના આજથી 17 વર્ષ પહેલાં સમાજના રીત-રીવાજ મુજબ થરાદ તાલુકાના રતનપુરમાં રહેતાં લક્ષ્મણભાઇ માનાભાઇ રાઠોડ સાથે લગ્ન થયા હતા.

 

તેમના સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. સંતોકબેનના પતિ લક્ષ્મણભાઇ માનાભાઇ રાઠોડ કામ બાબતે સંતોકબેનને શારીરિક-માનસિક ત્રાસ આપતાં અને હેરાન કરતાં જેથી આ ઘટનાની વાત સંતોકબેન તેમના પરિવારને કરતાં પરંતુ

 

સંતોકબેનના પરિવાર સંતોકબેનનું ઘર ન બગડે અને ઘર સંસાર સારી રીતે ચાલે જેથી સંતોકબેનને સમજાવતા પરંતુ સંતોકબેનના પતિ લક્ષ્મણભાઇ માનાભાઇ રાઠોડ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતાં અને રવિવારે મોડી રાત્રે

 

લક્ષ્મણભાઇ માનભાઇ રાઠોડ તેની પત્ની સંતોકબેનને મોંઢા અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી દોરડા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પતિએ પોતાની પત્નીની હત્યા કરી દેતાં 3 સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી.

 

જે બાદ સંતોકબેન હત્યા કરનાર તેનો પતિ લક્ષ્મણભાઇ માનાભાઇ રાઠોડ સામે સંતોકબેનના ભાઇ હરસંગભાઇ વાઘાભાઇ ગલચરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં થરાદ પોલીસે પત્નીની હત્યા કરનાર પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!