કાંકરેજના ખીમાણા હાઈવે પર પુલ પરથી ટ્રેલર નીચે પટકાયું

- Advertisement -
Share

કાંકરેજના ખીમાણા હાઈવે પર આવેલ પુલ પરથી એક ટ્રેલર નીચે પટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે કાંકરેજ તાલુકાના ખીમાણા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક ટ્રેલરના ચાલકે પૂર ઝડપે ગફલત ભરી ડ્રાઇવિંગ કરી ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર બ્રિજ પરથી નીચે પટકાયું હતું આ ઘટનાના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં ટ્રેલર પુલ ઉપરથી પટકાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે પુલ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!