ડીસામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂ. 1,27,000 ની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર

- Advertisement -
Share

 

ડીસા-પાટણ હાઇવે નજીક આવેલ શુભમ પાર્ક સોસાયટીમાં રહેતો એક પરિવાર બટાકા ખોદકામ અર્થે ખેતરમાં ગયો હતો. ત્યારે તેમના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને સોના-

 

 

ચાંદીના દાગીના મળી રૂ. 1,27,000 ની માલ મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના શુભમ પાર્કમાં રહેતાં દિનેશભાઇ બિહારીલાલ સૈની (માળી) વડાવળમાં ખેતરમાં બટાકા કાઢવા માટે પરિવાર સાથે રવિવારે ખેતરમાં ગયો હતો.

 

 

તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યારે તિજોરીમાં પડેલ સોનાનો સેટ (હાર) નંગ-1, સોનાની ચેઇન નંગ-1, ચાંદીની તોડી નંગ-10 અને રૂ. 15,000 રોકડા મળી કુલ રૂ. 1,27,000 ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

જ્યારે મંગળવારે વહેલી સવારે આજુબાજુમાં રહેતાં પાડોશીએ તેમના મકાનને ખુલ્લું જોતાં મકાન માલિકને ફોન કરી આ બાબતની જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા.

 

જ્યારે મકાન માલિક ઘરમાં જોતાં માલ-સામાન વેર-વિખેર જણાતાં ચોરી થઇ હોવાનું માલૂમ પડયું હતું. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોગ સ્કવોર્ડ અને ફીંગર પ્રિન્ટ મેળવી અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!