ડીસાનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાતાં ભારત સરકારના પ્રયાસથી હેમખેમ ઘરે ફરતાં પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

 

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ડીસામાં વસતા અનેક વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. ત્યારે યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનમાં કેવો માહોલ છે. જેની આપવીતી વિદ્યાર્થીઓ હાલ પોતાના વતન પરત પહોંચતા જણાવી રહ્યા છે.

 

 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા અનેક વિદ્યાર્થીઓ ડીસા પરત પોતાના વતન પહોંચી રહ્યા છે.

 

 

ત્યારે ડીસામાં તબીબ તરીકે ફરજ બજાવતા હર્ષદભાઇ પ્રજાપતિના પુત્ર રાહુલ છેલ્લા 4 વર્ષથી યુક્રેનના ખાર કીવમાં એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરી રહ્યા હતા. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ છે અને આ માહોલ વચ્ચે ભારતના હજારો નાગરિકો યુક્રેન અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા છે.

 

 

આ તમામ વિદ્યાર્થીઓ અને નાગરિકોને ભારત સરકાર ઓપરેશન ગંગા દ્વારા પરત પોતાના વતન લાવવા ઝૂંબેશ હાથ ધરાઇ છે. જે અંતર્ગત તબીબ હર્ષદભાઇ પ્રજાપતિના પુત્ર રાહુલ પ્રજાપતિ પણ ડીસા પરત ફર્યાં હતા.

 

પરત ફરતાંની સાથે પરિવારના લોકો અને તેમની માતાએ વ્હાલથી ભેટીને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાનો પુત્ર યુદ્ધના માહોલ વચ્ચે પોતાના ઘરે સુરક્ષિત પહોંચતા માતા-પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેવો માહોલ છે.

 

આ અંગે રાહુલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘યુદ્ધ વચ્ચે યુક્રેનના ખાર કીવમાં અંદાજીત 3 દિવસ મેટ્રો સ્ટેશન અંડર ગ્રાઉન્ડમાં રહીને જીવ બચાવ્યો હતો અને ત્યાંથી અમુક વિદ્યાર્થીઓ સાથે મળીને ટ્રેનની સફર કરી લક્ઝરી દ્વારા પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા. ત્યાંથી ભારતના રાજદૂત તરફથી ભારત પરત મોકલવાની પ્રક્રીયા હાથ ધરાઇ હતી.

 

પણ આ બધાની વચ્ચે 3 દિવસ યુદ્ધ વચ્ચે રહીને આવેલા રાહુલે ભગવાન અને ભારત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મુસીબતના સમયમાં હેમખેમ પરિવાર પાસે પરત ફર્યાં હતા.

 

ત્યારે આ બાબતે તેમના પિતા હર્ષદભાઇએ પણ બનાસકાંઠા કલેક્ટર અને દિયોદર મામલતદાર તમામનો આભાર વ્યક્ત કરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી. પણ આ તમામ વચ્ચે રાહુલની માનસિક સ્થિતિ યુદ્ધના મેદાન વચ્ચે ખૂબ જ હેરાન કરનારી હતી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!