દાંતીવાડા BSF કેમ્પસ ખાતે શસ્ત્ર પ્રદર્શન : 300 વિદ્યાર્થીઓએ હાજર રહી શસ્ત્રો નિહાળ્યાં

- Advertisement -
Share

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે બીએસએફની 93 બટાલિયન, 123 બટાલિયન, 1055 આર્ટી રેજિમેન્ટ દ્વારા સંયુક્ત રીતે 93 બટાલિયનના ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું 93 બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને નીરજની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયું હતું.

આ પ્રસંગે કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણામાં નાનપણથી જ રાષ્ટ્ર ભાવના કેળવાય અને દેશભક્તિના ગુણો વિકસે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ શસ્ત્ર પદર્શનનું આયોજન કરાયું છે. આજનું બાળક આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક બને તે માટે બાળપણથી તેમનું ઘડતર કરવું જરૂરી છે.

કાર્યકારી કમાન્ડન્ટ પી. શુક્લા, આર્ટી રેજીમેન્ટના સુકેશ જરોલીયા, દાંતીવાડા કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સીપાલ ડૉ. બી. કે. સિંહ, વરિષ્ઠ તબીબી અધિકારી ડૉ.એસ.પંગા, નવોદય શાળા દાંતીવાડાના 200 જેટલા વિદ્યાર્થીઓ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 50 કેડેટ્સ અને કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસના 50 વિદ્યાર્થીઓ મળી કુલ 300 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્રો રસપૂર્વક નિહાળ્યાં હતાં.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!