ડીસામાં રૂ. 8 કરોડના ખર્ચે અદ્યતન ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ નિર્માણ પામશે

- Advertisement -
Share

 

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજપત્રમાં બનાસકાંઠા જીલ્લામાં ડીસા શહેરને રૂ. 8 કરોડના ખર્ચે ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ડીસામાં ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તૈયાર થયા બાદ લોકોને મળી રહેલી આરોગ્યની સુવિધામાં વધારો થશે.

 

 

દરેક જીલ્લામાં એક ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ હોય છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં સરકાર દ્વારા ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી.

 

પરંતુ બનાસકાંઠા જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પાલનપુરથી બનાસકાંઠા જીલ્લાનું સૂઇગામ લગભગ 100 કિલોમીટર દૂર હતું.

 

અને બનાસકાંઠા જીલ્લામાં લોકોને આરોગ્ય સારી સુવિધા મેળવવા માટે પાલનપુર સુધી લાંબા થવું પડતું હતું અને ડીસામાં ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ શરૂ કરવા માટે વર્ષોથી લોકો પણ માંગ કરી રહ્યા હતા.

 

ત્યારે લોકોની આ માંગ આખરે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પૂરી થઇ છે. ગુજરાત સરકાર દ્વારા ડીસામાં રૂ. 8 કરોડના ખર્ચે ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.

 

ડીસામાં ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તૈયાર થયા બાદ ડીસાની સિવિલ હોસ્પિટલનું આખે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઇ જશે. જ્યારે સાથે સ્ટાફમાં પણ વધારો થશે.

 

ડીસા સિવિલ હોસ્પિટલને વધારાની ઓથોરીટી મળશે. હોસ્પિટલમાં જીલ્લાકક્ષાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધવાની સાથે સાથે હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જા થઇ જશે. જેથી ડીસામાં મેડીકલની સુવિધામાં વધારો થશે.

 

ડીસાને ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ મળી છે તે ખુશીની વાત છે. પરંતુ ડીસાને ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ મળવા પાછળ પાલનપુરની મેડીકલ કોલેજ જવાબદાર છે.

 

કારણ કે, પાલનપુરમાં આવેલી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને મેડીકલ કોલેજમાં તબદીલ કરતાં પાલનપુરની ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલને ડીસા ખસેડવામાં આવી છે.

 

જે ડીસા સહીત સરહદી વિસ્તારના લોકો માટે ખૂબ જ મોટા સમાચાર છે અને આગામી સમયમાં સરહદી વિસ્તારના લોકો સરળતાથી સારી સારવાર ઘર આંગણે જ મળી રહેશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!