ડીસામાં કરની સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની બેઠક યોજાઇ

- Advertisement -
Share

 

કરની સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત ગુરૂવારે ડીસાના મહેમાન બન્યા હતા. ડીસા પહોંચેલા રાજ શેખાવતે રાજપૂત સમાજ સહીત હીન્દુ સમાજના લોકો સાથે બેઠક યોજાઇ હતી.

 

 

રાજસિંહ શેખાવતને જ્યારે બોલીવુડની આગામી ફીલ્મ પૃથ્વીરાજ સિનેમા ઘરોમાં આવી રહી છે તેને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ફીલ્મ રીલીઝ ન થવા દેવા જણાવ્યું હતું.

 

આ અંગે રાજ શેખાવતે જણાવ્યું હતું કે, ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અંતિમ હીન્દુવા રાજા આપણા ભારત દેશના થઇ ગયા. પૃથ્વીરાજ ચૌહાણને લઇને એક ફીલ્મ આવી રહી છે.

 

જે ફીલ્મનું નામ વિવાદીત છે. જેને લઇને કરણી સેના પરિવારે વિરોધ કર્યો છે. અમે લખનઉ હાઇકોર્ટમાં અમારા જે પદાધિકારી સંગીતા સિંઘએ પી.આઇ.એલ. કરી છે અને માનનીય ન્યાયાધીશ દ્વારા સરકાર અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝના જે પણ આગેવાન છે એમને નોટીસ કરી અને આ વિશે ટકોર કરી છે.

 

અમે આપના માધ્યમથી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝના કહેવા માંગીએ છીએ. હવે કોઇપણ જાતની ઐતિહાસિક છેડખાની અમે સહન નહીં કરીએ. જો તમારે ફીલ્મ બનાવી હોય તો મહા પુરૂષોએ જે ઇતિહાસ રચ્યો છે.

 

ઇતિહાસની છેડખાની ન કરશો. નહીં તો તમને બહુ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે. અમારી માંગ તો ખુલ્લી માંગ છે.

 

જો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ફીલ્મમાં નામ નહીં હોય તો ગુજરાતમાં તો નહીં પરંતુ આખા ભારત દેશમાં અમે નહીં ચાલવા દઇએ. પદ્માવત ફીલ્મમાં પણ અમે જે કીધું તો એ કર્યું. જેમાં ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરૂ છું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!