ડીસા-પાલનપુર હાઇવે પર ગાયને બચાવવા જતાં ક્રેટા ગાડીને અકસ્માત નડયો

- Advertisement -
Share

 

 

ડીસા-પાલનપુર હાઇવે પર બુધવારે ચડોતર નજીક આવેલ ગ્રીનવુડ હોટલ નજીક ગાયને બચાવવા જતાં ક્રેટા ગાડીને અકસ્માત સર્જાયો હતો. જો કે, સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં રખડતાં ઢોરના કારણે વારંવાર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.

 

 

રખડતાં ઢોરના કારણે અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવતાં હોય છે. ત્યારે બુધવારે ડીસા-પાલનપુર હાઇવે પર ચડોતર નજીક આવેલ ગ્રીનવુડ હોટલની સામે હાઇવે રોડ પર અચાનક ગાય

 

આવી જતાં ક્રેટા ગાડી નં. GJ-10-CN-9804 ના ચાલકે ગાયને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે ક્રેટા ગાડીને નુકશાન થવા પામ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!