રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા અંતર્ગત ફરત ફરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનો વિદ્યાર્થી આજે હેમખેમ પોતાના ઘરે પહોંચતા પરિવારમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામનાનો કમલેશ દરજી નામનો વિદ્યાર્થી યુક્રેનની ઓડીસા સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. જોકે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. બોમ્બ ધડાકા અને ગોળીબારના અવાજોથી વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં હતા. જોકે, અનેક યાતનાઓ વચ્ચે તેઓએ બોર્ડર ક્રોસ કરી હતી અને ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસીની મદદથી તેઓ દિલ્હી પહોંચ્યા હતા અને આજે પોતાના વતન વડગામ ખાતે પહોંચ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા વિદ્યાર્થીઓના પરિવારો પણ માનસિક તણાવ હેઠળ હતાં સતત ટીવી ચેનલ પર ન્યુઝ ભારતીયોની માહિતી મેળવતા અને સતત પોતાના બાળક સાથે સંપર્કમાં રહેતા હતા. જોકે, છેલ્લા પાંચ દિવસ સતત માનસિક ટેન્શનમાં રહ્યા બાદ આજે પોતાનો દીકરો ઘરે પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
From – Banaskantha Update