ડીસાના જૂનાડીસા નજીક કચરાની ડમ્પીંગ સાઇટમાં આગ લાગતાં દોડધામ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક આવેલી નગરપાલિકા સંચાલિત કચરાના નિકાલ માટેની ડમ્પીંગ સાઇડમાં શનિવારે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.

 

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક આવેલ ગંગાનગરની સામે નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇડમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

ડીસા નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇડમાં ડીસા શહેરનો તમામ કચરો ત્યાં ઠાલવવામાં આવે છે અને તેનું રીફાઇનીંગ કરવામાં આવે છે.

 

 

પરંતુ આ ડમ્પીંગ સાઇડમાં છેલ્લા ઘણા સમયથી અનેકવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. વારંવાર લાગતી આગના કારણે આજુબાજુના સોસાયટીના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

 

 

મોટાભાગના રહીશોને ગંભીર બીમારી પણ આ ડમ્પીંગ સાઇટમાં નીકળતાં ધૂમાડાના કારણે શિકાર બન્યા છે. ત્યારે વારંવાર આગની ઘટનાને લઇ આજુબાજુના સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

 

 

ત્યારે શનિવારે બપોરના સમયે નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇડમાં આગ લાગતાં ચારે બાજુ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

 

આ આગની ઘટનાને લઇ આજુબાજુના સ્થાનિક લોકોમાં પણ રોષ ભભૂક્યો હતો. શનિવારે બપોરે લાગેલી આગના કારણે ડીસાથી પાટણ જતાં વાહનચાલકોને હાઇવે પર પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

 

કારણ કે, આગના કારણે રસ્તા પર ચારે બાજુ ધૂમાડો જોવા મળ્યો હતો. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને રસ્તા પર સામેથી આવતાં સાધનો પણ દેખાતા ન હતા.

 

જેના કારણે માંડ માંડ ડીસાથી પાટણ જતાં રસ્તા પરથી વાહનચાલકો પસાર થયા હતા. વારંવાર નગરપાલિકા સંચાલિત ડમ્પીંગ સાઇડમાં આગ લાગતાં સ્થાનિક લોકો પરેશાન થઇ રહ્યા છે.

 

આ અંગે અગાઉ પણ આ વિસ્તારમાંથી ડમ્પીંગ સાઇડ હટાવવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે. કલેક્ટરે પણ આ વિસ્તારમાંથી ડમ્પીંગ સાઇડ હટાવવા માટે સુચના આપી છે.

 

તેમ છતાં પણ નગરપાલિકાને જાણે લોકોના સ્વાસ્થ્યને પડી ન હોય તેમ આજ સુધી ડમ્પીંગ સાઇડ હટાવવામાં આવ્યું નથી. જેના કારણે અવાર-નવાર આગની ઘટનામાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!