ડીસા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પડ્યા : ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો

- Advertisement -
Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની અનેક બુમરાણ ઉઠવા પામી રહી છે. અનેકવાર ડીસા ગાંધીચોક વિસ્તાર અને રીસાલા બજાર બનાસ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અને જીઆઈડીસી વિસ્તારમાં ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરીયાદો વધવા પામી રહી છે.

જેને લઈને જાગૃત નાગરિકો દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા જુની શાકમાર્કેટ અને ગાંધી ચોક વિસ્તારમાં જાગૃત નાગરિકની અરજીના આધારે મોઢેશ્વરી પોવિઝન સ્ટોર્સમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી બે લિટર તેલનાં બોટલના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સાથે-સાથે રાજ મસાલા બ્રાન્ડેડ હળદર મરચું અને ખાંડના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને વધું તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે ગાંધીચોક વિસ્તારમાં પણ વિપુલ કરીયાણા સ્ટોર્સમાં પણ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી બ્રાન્ડેડ તેલ મરચું હળદરના સેમ્પલ લેવામાં આવ્યા હતાં જ્યારે ડીસા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતાં ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરતાં લેભાગુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!