નગરપાલિકાનો બાકી વેરો ભરવાની ઉત્તમ તક : છેલ્લી તારીખ પહેલા ભરોસો થશે મોટો ફાયદો, જાણો કેવી રીતે

- Advertisement -
Share

રાજ્ય સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાઓ અંતર્ગત મિલકત ધારકોને પેનલ્ટી, વ્યાજ અને અન્ય વધારા ચાર્જમાં માફી મળશે જેથી મિલકત ધારકો પોતાના કર ભરવામાં સરળતા થશે તો બીજી તરફ પાલિકાઓને પણ મોટી આવક થશે.

 

સરકારે અગાઉ પણ પ્રયત્નો કર્યા હતા જેમાં રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સરકાર દ્વારા તા.01/04/2008થી મિલ્કત ધારક જાતે સરળતાથી સમજી શકે તેવી પારદર્શક “ક્ષેત્રફળ આધારિત મિલકત વેરાની પદ્ધતિ” દાખલ કરેલ તેમ છતાં અનેક પ્રશ્નોના કારણે મિલકત ધારકો અગાઉની બાકી રકમ સમયસર ન ભરત હોઈ સરકારે 2011-12માં “સ્વર્ણિમ જયંતિ પ્રોત્સાહક વળતર યોજના” દાખલ કરેલ હતી તેમ છતાં મિલકત ધારકો અગાઉની બાકી મોટી રકમ ભરવાની રહેલ.

પ્રતીકાત્મક તસ્વીર

સરકારે ઉપરોક્ત યોજનાઓ હેઠળ મિલકત ધારકો અગાઉની બાકી રકમ ભરે તેવા પ્રયત્નો કર્યા બાદ પરિણામ ન મળતાં સરકારે તા.18/02/2022થી આપેલ મંજૂરી અને કમિશનર, મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા તા.19/02/2022ના પરિપત્ર નંબર: કમિ.મ્યુનિ./ન.પાવ.ટ/પ્રોવયો/2022/1421થી કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે, પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા પુખ્ત વિચારણાને અંતે “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” દાખલ કરવાનો નિર્ણય કરેલ.

 

યોજનામાં જૂના માંગણા માટે:

1) આ યોજના અંતર્ગત કરદાતા તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31/03/2022 સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફી / વ્યાજ । પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦% રકમ માફ કરવાની રહેશે.

નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના માંગણા માટે:

1) આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2022-23ની વેરાની રકમ તા.31/05/2022 એડવાન્સ ભરપાઈ કરવા પર 10% વળતર મળવાપાત્ર રહેશે તેમજ ઈ-નગરની મોબાઈલ એપ કે ઈ-નગરના ઓનલાઈન સીટીઝન પોર્ટલ મારફતે સદરહુ વેરાની રકમ તા.31/05/2022 સુધીમાં ભરપાઈ કરવા પર વધુ 5% વળતર મળવાપાત્ર રહેશે.

 

“આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”ની શરતોઃ જે પરિપત્રમાં જણાવ્યા મુજબ નગરપાલિકાને પાલન કરવા કરાવવાની રહે છે.

1) યોજનાના અમલ માટે નગરપાલિકાએ સરકારમાંથી પ્રોત્સાહક વળતર યોજનાનો ઠરાવ થયેથી તાત્કાલિક ખાસ સામાન્ય સભા બોલાવી તેમાં ઠરાવ કરવાનો રહેશે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-271 હેઠળ નિયમો બનાવી પ્રાદેશિક કમિશ્નરશ્રીની મંજુરી મેળવીને અમલ કરવાનો રહેશે.

2) પ્રોત્સાહક વળતર યોજનાનો વધુમાં વધુ પ્રજાજનો / નાગરિકો લાભ લઈ શકે તે માટે યોજનાની પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.

3) આ યોજના દાખલ કરવાથી નોટીસ ફી/વ્યાજ/પેનલ્ટી/વોરંટ ફી પેટે આપેલ માફીની રકમ સંબંધે જરૂરી વિગતો દર્શાવતા રજીસ્ટરો નિભાવવાના રહેશે.

4) કરદાતા યોજનાની મુદ્દત દરમ્યાન નાણાં ભરવા આવે ત્યારે સંબંધિત મિલકત પેટે વસુલ કરવાપાત્ર તમામ પ્રકારના વેરા જેવા કે, પાણીવેરો, દિવાબત્તી વેરો, ગટર વેરો તેમજ શિક્ષણ ઉપકર સહિતની પુરેપુરી રકમ ભરી દે એટલે કે ટેક્ષની તમામ બાકી રકમ શૂન્ય કરી દે તો જ તેવા કરદાતાઓને આ યોજનાનો લાભ આપવાનો રહેશે.

5) આ યોજનાનો સમયગાળો અગાઉના વર્ષોના તમામ પ્રકારના બાકી વેરાની રકમ ભરવા માટે તા.31/03/2022 સુધીની રહેશે તથા નાણાકીય વર્ષ: 2022-23ના વેરાની રકમ એડવાન્સમાં ભરવા માટે તા.31/05/2022 સુધીની રહેશે.

6) કરદાતા આ યોજના મુજબ ભરપાઈ કરવાની થતી મિલકત વેરાની રકમ યોજના મંજુર થયાની તારીખથી અથવા શરત નં. 05માં દર્શાવેલ સમયગાળા સુધી ચુકવી શકશે. સદરહુ સમયગાળા દરમ્યાન પુરેપુરી રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.

7) આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ લાભ લેનાર મિલકત ધારકોની વેરા વસુલાત અંગે અલગ પાવતી બુક છપાવી તેમાંથી પાવતી ઇસ્યુ કરવાની રહેશે અને આ પાવતીના મથાળે “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” એવું હેડીંગ છપાવવાનું રહેશે. આ પાવતી બુકોનો રેકર્ડ અલગથી નિભાવવાનો રહેશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!