ડીસાના મોટા રસાણામાં માલિકીના પ્લોટ પચાવી પાડતાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના મોટા રસાણામાં આવેલ 3 માલિકીના પ્લોટની ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડતાં પ્લોટ માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ભૂમાફીયા દ્વારા ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી પચાવી પાડવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે.

 

 

ત્યારે વધુ એક બનાસકાંઠા જીલ્લામાં જમીન પચાવી પાડવાનો કારસો સામે આવ્યો છે. ડીસાની મહાવીર સોસાયટીમાં રહેતાં કૃણાલ કિશોરભાઇ શાહ તેમની ડીસા તાલુકાના મોટા રસાણામાં માલિકીનો રે.સ.નં. 227 પૈકી પ્લોટ

 

 

નં.13,14,19 આ 3 પ્લોટો જેનું કુલ ક્ષેત્રફળ 362.50 ચો. મીટર અને કોમન પ્લોટ જેનું કુલ ક્ષેત્રફળ 335 ચો. મીટર આમ કુલ 697.50 ચો.મીટર આવેલ છે. તે કૃણાલ શાહના માલિકીના પ્લોટ આવેલા છે.

 

રસાણા મોટામાં રહેતાં ભરતભાઇ બાબુભાઇ રબારી કૃણાલ શાહના માલિકીના 3 પ્લોટમાં કબ્જો કરી ફેન્સીંગ કરેલું છે. જ્યારે ભરતભાઇ રબારી પોતાના ઢોરનું રહેઠાણ કર્યું છે અને ઉકરડા પણ કરે છે. જ્યારે પેટ્રોલ પમ્પ આવેલો છે.

 

જેથી ત્યાંથી આવતી ટ્રકો કૃણાલ શાહના પ્લોટમાં ઉભી રખાવે છે. આમ કુલ 3 પ્લોટ અને કોમન પ્લોટ જેનું કુલ ક્ષેત્રફળ 697.50 ચો.મીટરનો ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડવાના ઇરાદે કબ્જો કર્યો છે.

 

જ્યારે મફત વેચાણ દસ્તાવેજ કરી આપવા રૂબરૂ અને ફોન પર ધમકીઓ આપે છે. જ્યારે કૃણાલ શાહ પોતાના માલિકીના પ્લોટ પર જાય છે.

 

ત્યારે ભરતભાઇ રબારી અને પેટ્રોલ પમ્પ પર કામ કરતાં અને ખેતરમાં કામ કરતાં શખ્સો લાકડીઓ અને ધોકા લઇ મારવા દોડે છે.

 

જ્યારે ભડથ ગામના રણમલસિંહ હજુરસિંહ ઠાકોર પણ ફોન પર કૃણાલ શાહને હાથ-પગ ભાગી નાખવા અને મા-બેન સામા અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.

 

જ્યારે આ બંને શખ્સો એકબીજાને મદદગારી કરી 3 પ્લોટ અને કોમન પ્લોટ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડવાના ઇરાદે કબ્જે કર્યો છે.

 

જે બાદ કૃણાલ શાહ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 ની જોગવાઇ પ્રમાણે બનાસકાંઠા ક્લેકટરને આરોપી ભરતભાઇ બાબુભાઇ રબારી અને રણમલસિંહ હજુરસિંહ ઠાકોર સામે ફરિયાદ દાખલ કરવા અરજી

 

કરતાં જે બાદ જીલ્લા ક્લેકટરે ફરિયાદ દાખલ કરવા આદેશ કરતાં જે બાદ કૃણાલ કિશોરભાઇ શાહે ડીસા તાલુકા પોલીસ મથકે ભરતભાઇ બાબુભાઇ રબારી (રહે.રસાણા મોટા) અને રણમલસિંહ હજુરસિંહ ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!