છાપી હાઈવે પર થયેલ અઢી કરોડની ચોરીનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

- Advertisement -
Share

છાપી હાઇવે પર આવેલી ખાનગી હોટલ પર રાજસ્થાની એસટી બસમાંથી અજાણ્યા શખ્સો બસમાંથી અઢી કરોડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે બાદ આજે એલસીબી પોલીસે ચોરીને અંજામ આપનાર ત્રણ શખ્સોને રાજસ્થાનથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં લૂંટ અને ધાડના બનાવમાં દિવસેને દિવસે વધારો થયો છે. ત્યારે 10 દિવસ અગાઉ છાપી હાઇવે પર આવેલ ખાનગી હોટલ પર રાજસ્થાનની એસ.ટી બસ હોટલ પાર્ક ઉભી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સો બસમાં પ્રવેશ કરી આંગડિયાના અઢી કરોડની બેગો ભરેલ લઈ ફરાર થઈ ગયા હતા.

જે બાદ ઘટનાની જાણ થતા સમગ્ર ઘટના મામલે પાલનપુર તાલુકા પોલીસ તેમજ એલસીબી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અઢી કરોડની ચોરીને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જે બાદ આજરોજ એલસીબી પોલીસે છાપી હાઇવે પર આવેલ ખાનગી હોટલ પાસેથી એક બસમાંથી અજાણ્યા શખ્સો અઢી કરોડની ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા તેમાંથી આજે રાજસ્થાનમાંથી ત્રણ શખ્સોને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ત્રણ શખ્સોમાંથી એક આરોપી બનાસકાંઠાનો અને બે આરોપી રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે તેમજ બનાસકાંઠા પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!