ડીસામાં બે દિવસ અગાઉ ATM તોડવાના નિષ્ફળ પ્રયાસ કરનાર પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

- Advertisement -
Share

ડીસા શહેરમાં ફુવારા સર્કલ નજીક આવેલા સ્ટેટ બેન્કના એ.ટી.એમ. તોડવાનો બે દિવસ અગાઉ થયેલા નિષ્ફળ પ્રયાસ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ડીસા શાખાના બ્રાન્ચ મેનેજર દ્વારા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને સતત બે દિવસ સુધી વોચ ગોઠવી આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે પ્રયાસ કરી રહી હતી તે દરમ્યાન ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા સતત બે દિવસ સુધી શહેરમાં કડક વોચ રાખવામા આવી હતી.

તે દરમ્યાન ડીસાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા નજીક આવેલા એ.ટી.એમ. નજીક હરિયાણાના અજાણ્યા શખ્સો રેકી કરતાં હતા અને એ.ટી.એમ. ફરી ચોરી કરવાનો પ્રયાસ કરવાની ફિરાકમાં હતા. તે દરમ્યાન પોલીસને શંકા જતાં આ શખ્સોને સ્વિફ્ટ ગાડીમાં આ શખ્સોને થોભવીને પૂછપરછ કરતાં પોલીસની શંકા વધુ મજબૂત બની હતી.

જેથી પોલીસે આ અંગે એ.ટી.એમ.માં ચોરી કરવા આવેલા શખ્સોના સીસીટીવી ફૂટેજ સાથે આ શખ્સોની સરખામણી કરતાં આ શખ્સો ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સો જ હોવાનું પુરવાર થતાં પોલીસે પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા.

પોલીસે આ ઝડપી પાડેલા આરોપીઓ હરિયાણાની મેવાત ગેંગના આરોપીઓ છે અને તેમાં મેવાત જિલ્લાનો મોહમ્મદ અરશદ અબ્દુલ રહિમ મેવ, મોહમ્મદ ઈરફાન સુજાઉદ્દીન મેવ, હરિયાણાના નુહુ જિલ્લાનો મોહમ્મદ તાલીમ અબ્દુલ રહિમ મેવ, આકીબખાન રૂજદાર મેવ અને મજહર ઉમર મોહમ્મદ મેવ હોવાનું જાણવા મળ્યું. પોલીસે આ પાંચેય આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!