પાલનપુરમાં દિયરવટુ કરનારી પરિણીતાના પતિ પર મામા સસરાએ ચપ્પાથી હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

 

પાલનપુર ડોકટર હાઉસ વિસ્તારમાં રહેતી એક યુવતીના પતિનું પાટણ નજીક એક વર્ષ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જે પછી તેણીએ કાકા સસરાના દીકરા સાથે દિયરવટુ કર્યું હતું. જો કે, આ સબંધ મૃત પતિના મામાને પસંદ ન હોઇ પરિણીતાની મારઝૂડ કરી હતી.

 

 

આ અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હોઇ તેની અદાવત રાખી અને કેસ પરત ખેંચવાનું દબાણ કરી મૃત પતિના મામાએ મંગળવારે પાલનપુર નજીક બાઇક આંતરી મહીલાના પતિ ઉપર ચપ્પાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે તેણીએ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

પાલનપુરમાં ડોકટર હાઉસ વિસ્તારમાં રહેતાં રેખાબેન નરેશભાઇ પટણીના અગાઉ પાલનપુરના સુરેશભાઇ સાથે લગ્ન થયા હતા. જો કે, 4 વર્ષ અગાઉ સુરેશભાઇનું પાટણ નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

 

આથી રેખાબેને તેમના કાકા સસરાના દીકરા નરેશભાઇ સાથે દિયરવટું કર્યું હતું. જો કે, આ સબંધ તેમના મૃત પતિના મામા પાલનપુરના પ્રવિણભાઇ રાજનભાઇ દેવીપૂજકને પસંદ ન હોઇ તેની અદાવત રાખી રેખાબેન સાથે મારઝૂડ કરી હતી.

 

આ અંગે રેખાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ કોર્ટમાં ચાલતો હોઇ કોર્ટ પાછો ખેંચવાનું દબાણ પણ કરતા હતા. દરમિયાન નરેશભાઇ પટણી મંગળવારે પોતાનું બાઇક નં. GJ-08-AD-1269 લઇ પાલનપુરથી સોનગઢ જઇ રહ્યા હતા.

 

ત્યારે પ્રવિણભાઇ રાજનભાઇ દેવીપૂજક, કિરણભાઇ પ્રવિણભાઇ દેવીપૂજક, હીતેશકુમાર પ્રવિણભાઇ દેવીપૂજક અને દીપકભાઇ અજમલભાઇ દેવીપૂજકે રીક્ષા આડી કરી બાઇક રોકાવી અપશબ્દો ઉચ્ચાર્યાં હતા અને કેસ પરત ખેંચવાનું કહી છરી વડે હુમલો કર્યો હતો.

 

જેમાં નરેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે રેખાબેને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!