વાવમાં રૂ. 60 લાખની છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ મુંબઇથી ઝડપાયો

- Advertisement -
Share

 

વાવ તાલુકાના મોરીખાના વિદ્યાર્થીને પી.જી.નું એડમિશન આપવાનું કહી રૂ. 60 લાખ એકાઉન્ટમાં નખાવી એડમિશન નહીં અપાવી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે વાવ પોલીસ 3 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 2 શખ્સો ઝડપાયા હતા.

 

 

જ્યારે એક ફરાર હતો. ત્યારે વાવ પોલીસે છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને મુંબઇથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વાવ તાલુકાના મોરીખા ગામના હરસેંગભાઇ ખેમજીભાઇ ચૌધરીના પુત્ર નરેન્દ્રને મુંબઇ સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ અને કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશન આપવાનું કહી રૂ. 60 લાખ આર.ટી.જી.એસ.

 

આંગડીયા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં નખાવી એડમિશન નહીં અપાવી વિશ્વાસઘાત કરતાં હરસેંગભાઇ ચૌધરીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વાવ પોલીસે તપાસ કરતાં લવ અવધકિશોર દાતારામ ગુપ્તા (રહે.ખારધાર,

 

નવી મુંબઇ, મૂળ રહે.જયપુર-રાજસ્થાન) ને જીલ્લા જેલ ભરૂચમાં અને ડૉ.રાકેશ રામનારાયણ વર્મા (રહે. મુંબઇ ડેપ્યુટી ડીન સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ, મુંબઇ) ને મુંબઇ સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ઝડપી પાડયો હતો.

 

જ્યારે એક શખ્સ હજુ નાસતો-ફરતો હતો. ત્યારે વાવ પોલીસે બાતમીના આધારે પી.જી.નું એડમિશન આપવાના રૂ. 60 લાખની છેતરપિંડી કરનાર અખિલેશ રામમૂર્તિ પાલ (રહે. શ્રી સિધ્ધી વિનાયક, રહે. સેવા સંઘ રાણી સતી માર્ગ કવિન મેરી હાઇસ્કૂલ નજીક, પીપરી પાડા મલાડ પૂર્વ-મહારાષ્ટ્ર) ને મુંબઇથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!