ભીલડી: અકસ્માતમાં હેમરેજ થયેલ 8 વર્ષની બાળકીની વ્હારે હિંદુ યુવા સંગઠન આવ્યું

- Advertisement -
Share

ભીલડી પાસેના છત્રાલા ગામની બાળકીનો બાઈચાલકની ભૂલથી અકસ્માત થતાં તેને માથાનાં ભાગમાં વાગતાં હેમરેજ થયું હતું અને બાળકીને પાલનપુરની માવજત હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

 

સંગઠનનાં પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા અમને સેવાભાવી રમેશભાઈ જેઠવાનો ફોન આવ્યો હતો કે માવજત હોસ્પિટલમાં આઠ વર્ષની બાળકી દાખલ છે જેને એક્સિડન્ટમાં માથાના ભાગે વાગતાં હેમરેજ થયેલું છે અને આઇસીયુમાં દાખલ છે અને એમના પરિવારની પરિસ્થિતિ સારી નથી કે ખર્ચ કરી શકે તો બને તો એમને મદદ કરો.

વધુમાં એમણે જણાવ્યું કે, અમે પાલનપુર માવજત હોસ્પિટલ જઈને બાળકીનાં પિતાને મળ્યા તો જાણવા મળ્યું કે એનું નામ જાનકી દિનેશભાઈ રાવળ છે રહે ભીલડી જોડે છત્રાલાનાં રહેવાસી અને છૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે અને એક બાઈકચાલકની ભૂલથી એક્સિડન્ટ થયો હતો સારવાર ચાલુ હતી પણ રૂપિયા ન ભરવાના કારણે દવા બંધ કરાઈ હતી. અમે માવજત હોસ્પિટલનાં મેનેજર મોહકભાઈ ચૌધરીને મળીને સંગઠનની જવાબદારીથી સારવાર ચાલુ કરાવી હતી.

જોકે, દિનેશભાઈ રાવળ દ્વારા જાણવા મળ્યું કે આ જાનકીને પહેલા ડીસાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી પણ તબિયતમાં કોઈ સુધારો ન આવતા પાલનપુર માવજત હોસ્પિટલમાં દાખલ હતી. જ્યાં છત્રાલા ગામના સેવાભાવી દ્વારા બિલ ચૂકવ્યું હતું અને પાલનપુરમાં દાખલ કરાઈ હતી.

હોસ્પિટલમાં ટોટલ આઠ દિવસ સારવાર બાદ જાનકીને રજા આપવી ઘરે મોકલ્યા હતા અને સારવાર કરાવતા અને આવેલ ફાળામાં અમુક રકમ વધતા છત્રાલા ગામના સેવાભાવી જગતસિંહ દરબાર દ્વારા અને સંગઠન દ્વારા જાનકીનાં હાથમાં 12,500 જેટલી રોકડ રકમ આપી પરત ગામ મોકલાયા હતા. જેથી ઘરે ગયા પછી પરિવારને કોઈ તકલીફ નાં પડે.

 

સંગઠનનાં દિપકભાઈ કચ્છવા, ભાવેશભાઈ સોની, વિપુલભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ગુર્જર, પ્રકાશસિહ સોલંકી અને પાલનપુરમાં સંગઠનનાં સંજયપૂરી ગોસ્વામી, સંજયભાઈ રાવળ, શ્રવણભાઈ વરનાથાણી, ડભાળા લાલાભાઈ, ઠક્કર હિતભાઈ શૈલેષભાઈ દ્વારા સાથ સહકારથી રજા અપાઈ ઘરે મોકલ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!