થરાદના માંગરોળ નજીક એલસીબી પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી

- Advertisement -
Share

થરાદના માંગરોળ નજીક એલસીબી પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 300 બોટલ વિદેશી દારુ તેમજ બિયરની બોટલ સહિત નવ લાખ દારૂનો મુદ્દામાલ તેમજ ટ્રક સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે જેથી અનેક વાર રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂ કરવામાં આવી રહ્યો છે તો અનેકવાર પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બાતમી મળતા ચાર મોટા પ્રમાણમાં પોલીસ દ્વારા દારૂ તેમજ બુટલેગરો અને ઝડપી પાડી વધુ કાર્યવાહી કરતી હોય છે.

ત્યારે આજે વધુ એક વાર દારૂ ઝડપાયો છે થરાદના માંગરોળ નજીક એલસીબી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ લઈ જઈ રહ્યા છે. જેથી એલસીબી પોલીસે થરાદના માંગરોળ નજીક વોચ ગોઠવી હતી અને ટ્રક આવતા તેને રોકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી 300 બોટલ ભારતીય બનાવટીનો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ મળી આવી હતી. આમ નવ લાખથી વધુનો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ તેમજ ટ્રક સહિત 19 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તેમજ ટ્રક ચાલક રૂગનાથ રામ જાટ બાડમેર રાજસ્થાનની વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!