આઠમ ભરવા મુંબઇથી રાપર જતાં પરિવારને હળવદ નજીક અકસ્માત નડયો : ટ્રેલરે કારને ટક્કર મારતાં 3 વ્યક્તિઓના મોત : 2 વ્યક્તિઓ ઘાયલ

- Advertisement -
Share

 

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક હાઇવે પર બુધવારે વહેલી સવારે ટ્રેલર ચાલકે કારને અડફેટે લેતાં મુંબઇથી કચ્છ જઇ રહેલા પરિવારને અકસ્માત નડયો છે.

 

 

આ ગોઝારા અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા નજીક કચ્છ-અમદાવાદ હાઇવે પર બુધવારે વહેલી સવારે મુંબઇથી કચ્છ જીલ્લાના રાપર તાલુકાના બેસલપર ગામે જઇ રહેલા પરિવારની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

 

 

આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે ઋત્વિકભાઇ મણાભાઇ પટેલ અને વસ્તાભાઇ નારણભાઇ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

આ અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ત્રણેય મૃતકની લાશને પી.એમ. અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં લઇ આપવાની સાથે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. હળવદ હાઇવે પર અકસ્માતની ઘટનાના પગલે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

મુંબઇથી પોતાના માદરે વતન કચ્છના રાપર તાલુકાના દેશલપર ગામે આઠમ ભરવા જઇ રહેલા પટેલ પરિવારના 5 પરિવારજનોની ફોર્ચ્યુનર ગાડીને હળવદના ધનાળા ગામના પાટીયા નજીક સર્જાયેલા અકસ્માતની ઘટનામાં 2 મહીલાઓ સહીત કુલ 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.

 

ગાડીના ચાલક સહીત અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં ગાડીમાં સવાર કોઇ વ્યક્તિ આ ઘટના કેવી રીતે બની એ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં એમના પરિવારજનો હળવદના દેશલપુર ગામેથી હળવદ આવવા નીકળી ગયા છે.

 

એ લોકો હળવદ પહોંચ્યા પછી જ આખી ઘટના કેવી રીતે બની એની સવિસ્તાર માહિતી મળી શકે. હાલ તો હળવદ પી.એસ.આઇ. સહીતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં દોડી જઇ ઇજાગ્રસ્તોને મળી અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

આ અંગે હળવદ પી.એસ.આઇ. મથુકીયાએ જણાવ્યું હતું કે, ‘મૂળ કચ્છના રાપર તાલુકાના વતની કચ્છ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

 

જેમાં વસ્તાભાઇ નારણભાઇ પટેલને એમનો દીકરો રમેશ વસ્તાભાઇ પટેલ સહીત તેમના પરિવારજનો કચ્છના દેશલપર ગામે મૂકવા જતા હતા. ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામ નજીક એમની ફોર્ચ્યુનર ગાડીને ગોઝારો અકસ્માત નડયો હતો.’

 

આ અકસ્માતની ઘટનામાં 2 મહીલાઓ અને 1 પુરૂષ સહીત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે જે દાદાને મૂકવા પરિવારજનો માદરે વતન જઇ રહ્યા હતા તે વસ્તાભાઇ નારણભાઇ પટેલનો આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો.

 

જ્યારે એમના દીકરા રમેશ વસ્તાભાઇ પટેલ અને ગાડીમાં સવાર એમના પરિવારની 2 મહીલાઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ગાડી ચાલક યુવક રૂત્વીક પટેલનો પણ આ અકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!