પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ નજીક બે અજાણ્યા શખ્સોએ રીવોલ્વરની અણીએ લૂંટ ચલાવતાં ચકચાર

- Advertisement -
Share

 

પાંથાવાડા નજીક આવેલ ગુંદરી ચેકપોસ્ટ પર શિવમ ઓટો મોબાઇલમાં લૂંટારૂઓ રીવોલ્વરની અણીએ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છેે.

 

 

આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ રીવોલ્વરની અણીએ લૂંટ ચલાવી ફરાર થઇ જતાં સમગ્ર મામલે પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ક્રાઇમની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે સોમવારે મોડી રાત્રે વધુ એક રીવોલ્વરની અણીએ બુકાનીધારી આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે.

 

પાંથાવાડા ગુંદરી ચેકપોસ્ટ પર આવેલ શિવમ ઓટો મોબાઇલમાં બે અજાણ્યા શખ્સો બુકાનીધારી ધારણ કરી આવેલ રીવોલ્વરની અણીએ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

 

આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. જે બાદ તાત્કાલીક ધોરણે પાંથાવાડા પોલીસને જાણ કરતાં પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!